પોરબંદરમાં બાંધકામની સાઇટ પર પડી જવાથી નવ વર્ષના બાળકનું મૃત્યુ

એસપી ઓફિસની બહાર ડખ્ખા કરતી બે મહિલા ઝડપાઇ
પોરબંદર, તા. 15: પોરબંદરના છાયામાં ચાણકય સ્કૂલ પાસે નવા બંધાતા મકાનની સાઇટ પર  બારી ઉપર ચડવા જતાં નીચે પટકાવાથી મૂળ મધ્યપ્રદેશના જાંબવા નવ વર્ષના  મનિષ રમેશભાઇ મેડા નામના બાળકનું મૃત્યુ નિપજ્યું હતું. આ બાળક તેના પરિવાર સાથે રંગબાઇ નજીક રહે છે . માવતર સાથે બાંધકામની સાઇટ પર ગયો હતો ત્યારે બારી પર ચડવા જતા બારી ઉપર દંગડીનો પથ્થર પડયો હતો. તે બાળકના હાથમાં આવ્યો હતો અને તે પથ્થર સાથે બારીથી નીચે પડયો હતો. તેને માથામાં ગંભીર ઇજા થતાં તેનુ મૃત્યુ નિપજ્યું હતું.
મહિલા બાખડી: એસ.પી. ઓફિસ બહાર ઝઘડો કરી રહેલી ઝુંડાયા ખાડી કાંઠે રહેતી જાગૃતિ રાજેશભાઇ મકવાણા અને રાવલિયા પ્લોટના જય એપાર્ટમેન્ટમાં રહેતી ફાલ્ગુની શશીકાંતભાઇ વૈદ નામની બે મહિલાની સુલેહ શાંતિનો ભંગ કરવા અંગે પોલીસે અટકાયત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer