જામનગરમાંથી તાજીયાગેંગનો સાગરીત બે પિસ્તોલ બે તમંચા અને 11 કાર્ટીસ સાથે ઝડપાયો

જામનગરમાંથી તાજીયાગેંગનો સાગરીત બે પિસ્તોલ  બે તમંચા અને 11 કાર્ટીસ સાથે ઝડપાયો
જામનગર, તા.1પ : જામનગરમાંથી કુખ્યાત તાજીયા ગેંગનો સાગરીત અને અગાઉ આંગડિયા લૂંટ સહિતના ગુનામાં પકડાયેલ કુખ્યાત શખસને પોલીસે કાર લઈને નીકળતા ઝડપી લઈ બે પિસ્તોલ, બે તમંચા અને 11 કાર્ટીસ સાથે ઝડપી લઈ વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટમાં રહેતો અને કુખ્યાત તાજીયા ગેંગનો સાગરીત વસીમ ઉર્ફે છોટીયો આમદ સુમરા નામનો હિસ્ટ્રીશીટર હથિયારો ભરી કારમાં જામનગરમાં આવતો હોવાની બાતમીના આધારે એલસીબીના સ્ટાફે ગુલાબનગરમાંથી કાર લઈને નીકળેલા વસીમ આમદ સુમરાને ઝડપી લીધો હતો અને કારની તલાસી લેતા તેમાંથી બે પિસ્તોલ, બે તમંચા અને 11 કાર્ટીસ મળી આવતા કુલ રૂ.3.3ર લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં વસીમ સુમરા ર018 જાન્યુઆરીમાં જોડિયાના પડાણા ગામેથી પરપ લીટર દારૂનો જથ્થો ઝડપાયો હતો તેમાં ફરાર હતો તેમજ અગાઉ વસીમ સુમરા આંગડિયા લૂંટ, ધાડ સહિતના ગુનામાં પકડાઇ ચૂકયો છે અને જામનગર, રાજકોટ અને મોરબીમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer