ચોમાસું સારું જશે !

ચોમાસું સારું જશે !
નવીદિલ્હી, તા.1પ : ધગધગતા તાપનાં દિવસો વચ્ચે આહ્લાદક ટાઢકનાં સમાચાર ખેડૂતો માટે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રથમ તબક્કાનાં અનુમાનમાં  આ વખતનું ચોમાસુ અનુકૂળ અને સામાન્ય રહેવાની આગાહી  કરવામાં આવી છે.
હવામાન વિભાગનાં વડા કે.જે. રમેશે જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસુ સારું જશે. અલનીનોનો પ્રભાવ કદાચ જોવા મળે તો પણ ખૂબ જ ઓછો હશે.
જ્યારે પૃથ્વી અને વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ. રાજીવન નાયરનાં કહેવા અનુસાર ભારતમાં 2019નું ચોમાસુ લગભગ સામાન્ય રહેશે. દક્ષિણ-પશ્ચિમી ચોમાસામાં લાંબાગાળાની સરેરાશ મુજબ 96 ટકા વરસાદ પડવાની શક્યતા છે. જેનાથી દેશભરમાં આશરે 89 સેન્ટીમીટર જેટલો વરસાદ થશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટ દ્વારા ભારતમાં સામાન્યથી ઓછા વરસાદની આગાહી કરવામાં આવી હતી. તેનાં કહેવા અનુસાર ભારતમાં 93 ટકા જેટલો વરસાદ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer