અંધાધૂનની ચીનમાં ધૂમ 200 કરોડની કમાણી

ડાયરેક્ટર શ્રીરામ રાઘવાનની સસ્પેન્શ થ્રીલર ફિલ્મ અંધાધૂન ભારતમાં સુપર હિટ રહ્યા બાદ હવે ચીનમાં પણ જોરદાર કમાણી કરી રહી છે. અંધાધૂધે ચીનમાં 200 કરોડથી વધુનું કલેક્શન મેળવી લીધું છે. ચીનમાં આ ફિલ્મ 13 દિવસ પહેલા પિયાનો પ્લેયર નામે રીલિઝ થઈ હતી. દંગલ, સીક્રેટ સુપરસ્ટાર, બજરંગી ભાઇજાન અને હિન્દી મીડિયમ બાદ ચીનમાં 200 કરોડનો આંકડો પાર કરનાર અંધાધૂધ પાંચમી હિન્દી ફિલ્મ છે. અંધાધૂનમાં આયુષ્માન ખુરાના, રાધિકા આપ્ટે અને તબ્બુ મુખ્ય ભૂમિકામાં છે. ભારતમાં પણ આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer