ભારતમાં સલમાનનો લૂક

ભારતમાં સલમાનનો લૂક
સલમાન ખાનની બહુ પ્રતિક્ષિત ફિલ્મ ‘ભારત’નો ચાહકોને બેસબરીથી ઇંતઝાર છે. આ ફિલ્મનું એક પોસ્ટર આજે બહાર પડાયું છે. જેમાં સલમાન ખાન સાવ અલગ જ અંદાજમાં જોવા મળે છે. સલમાન ખાને આ પોસ્ટર ટ્વિટર પર રીલિઝ કર્યું છે. પોસ્ટરમાં સલમાન ખાન એક વૃદ્ધ આદમીનાં રૂપમાં જોવા મળે છે. સલમાન ટ્વિટ કર્યું છે કે જેટલા સફેદ વાળ મારા માથા અને દાઢીમાં છે, એથી તો મારી જિંદગી રંગીન છે. પોસ્ટર પર 2010 લખાયું છે. ભારતમાં સલમાન સાથે કેટરિના કૈફ અને દિશા પટણી છે. તબ્બુ અને સુનિલ ગ્રોવરના પણ રોલ છે. ઇદ પર ભારત ફિલ્મ રીલિઝ થશે. ડાયરેક્ટર અલી અબ્બાસ જાફર છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer