રોમેન્ટિક - થ્રીલર ફિલ્મ ખુદા હાફિઝમાં વિદ્યુત જામવાલ

રોમેન્ટિક - થ્રીલર ફિલ્મ ખુદા હાફિઝમાં વિદ્યુત જામવાલ
બોલિવૂડના એક્શન હીરો વિદ્યુત જામવાલને પાછલી ફિલ્મ જંગલી ઠીક ઠીક સફળ રહી હતી. હવે તે ખુદા હાફિઝ નામની રોમેન્ટિક થ્રિલર ફિલ્મ માટે કરારબદ્ધ થયો છે. આ ફિલ્મનું નિર્દેશન ફારૂક કબીર કરશે. જેમણે આ પહેલા નસીરૂદ્દીન શાહ અને શરમન જોશીને લઈને અલ્લાહે કે બંદે નામની ફિલ્મ બનાવી હતી. વિદ્યુત જામવાલે કહ્યંy છે કે મારી નવી ફિલ્મ ખુદા હાફિઝનું શૂટિંગ જુલાઇમાં કેરળ અને મોરક્કોમાં થશે. આ એક સાચી પ્રેમકહાની આધારિત ફિલ્મ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer