રાજસ્થાન સામે પંજાબની કસોટી

મોહાલી તા.1પ: કિંગ્સ ઇલેવન પંજાબની ટીમ આઇપીએલના મંગળવારે રમાનાર મેચમાં જયારે હોમ ગ્રાઉન્ડ પર ઉતરશે ત્યારે તેનો ઇરાદો બોલિંગની સમસ્યા દૂર કરીને રાજસ્થાન રોયલ્સ સામે ફરી જીતનો ક્રમ પર વાપસી કરવાનો રહેશે. બીજી તરફ મુંબઇ જેવી મજબૂત ટીમને પાછલા મેચમાં હાર આપનાર રાજસ્થાન રોયલ્સ ટીમ જીતનો ક્રમ જાળવી રાખવા પંજાબ સામે મેદાને પડશે. આર. અશ્વિનના સુકાનીપદ હેઠળની પંજાબની ટીમને પાછલા બે મેચમાં મુંબઇ અને બેંગ્લોર સામે હાર મળી છે. આથી ટોચ પર પહોંચ્યા બાદ આ ટીમ હાલ પાંચમા નંબર પર આવી ગઇ છે.  પંજાબની ટીમે 8 મેચમાંથી 4માં જીત અને 4માં હાર સહન કરી છે. તેનું બોલિંગ આક્રમણ સતત સારું પ્રદર્શન કરી શકી નથી. મુંબઇના પોલાર્ડે 31 દડામાં 83 રન કરીને પંજાબની જીત છીનવી લીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer