રાણાગઢ ગામેથી ત્રણ બોગસ તબીબ પકડાયાં

સુરેન્દ્રનગર, તા. 19: સુરેન્દ્રનગરના પાણશીણા વિસ્તારના રાણાગઢ ગામેથી ત્રણ બોગસ તબીબને પોલીસે ઝડપી લીધા હતાં.તબીબી સારવાર કરવા અંગનું કોઇ સર્ટીફીકેટ ન ધરાવતાં મૂળ વેસ્ટ બંગાળના સુજોય શ્રીપતી બિસ્વાસ, શિબુપદા અબીનશ બિસ્વાસ અને સાણંદના સુથારવાસમટોડાના હિંમત ભાવુભાઇ નાયકની પોલીસે ધરપકડ કરી હતી.આ બોગસ ડૉકટરો પાસેથી એલોપથી દવા, સાધનો મળી કુલ રૂ. 68 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો.આ કામગીરી સુરેન્દ્રનગર એસઓજીના ઇન્સ. જોગલ, સબ ઇન્સ. એસ.બી.સોલંકી અને તેની ટીમે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer