એપ્રિલથી આવાસ યોજનાઓ માટે નવું કરમાળખું અમલી

એપ્રિલથી આવાસ યોજનાઓ માટે નવું કરમાળખું અમલી
ચૂંટણી આચાર સંહિતાને પગલે ઋજઝ કાઉન્સીલની બેઠકમાં ન લેવાયા કોઈ નવા નિર્ણય
નવીદિલ્હી, તા.19: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સીલની આજે મળેલી 34મી બેઠકમાં આવાસ યોજનાઓ માટે નવા કરમાળખાને લાગુ કરવાનો સ્વીકાર થયો છે. આ નિયમ હવે 1લી એપ્રિલથી અમલી બનશે. તેનાં લાગુ થયા બાદ મકાન ખરીદવું વધુ સસ્તુ બનશે. જો કે ચૂંટણી આચાર સંહિતાને ધ્યાને રાખતા બેઠકમાં કોઈ નવા નિર્ણય લેવાયા નથી. કેન્દ્રીય નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ એ.બી.પાંડેએ જીએસટીની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયની જાણકારી આપતાં કહ્યું હતું કે રાજ્ય સરકારો સાથે વાતચીત કરીને આવાસ વિકાસનાં કારોબાર સંલગ્ન કંપનીઓને નવા ટેક્સ માળખાનાં પાલન માટે પુરતો સમય આપવામાં આવશે. બેઠક દરમિયાન રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર નવું કરમાળખું લાગુ થતાં તેનાં પાલન સંબંધિત બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ હોવાથી આચાર સંહિતાને ધ્યાને રાખતાં આજની બેઠકમાં કોઈ નવા નિર્ણયો કરવામાં આવ્યા નહોતાં.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer