ટેનિસ: પ્રજનેશ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 84મા ક્રમાંકે પહોંચ્યો

ટેનિસ: પ્રજનેશ કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 84મા ક્રમાંકે પહોંચ્યો
નવી દિલ્હી, તા. 19: ઇન્ડિયન વેલ્સ એટીપી ટુર્નામેન્ટમાં ઉમદા પ્રદર્શન કરનારા ભારતીય ટેનિસ ખેલાડી પ્રજનેશ ગણેશ્વરને એટીપીની રેન્કિંગમાં કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ 84મું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ ઇજાગ્રસ્ત યુકી ભાંબરી બે વર્ષમાં પહેલી વખત ટોચના 200 ખેલાડીઓમાંથી બહાર છે. એટીપી માસ્ટર્સના ત્રીજા દોરમાં પહોંચનારા પ્રજનેશને 61 અંકનો ફાયદો થયો હતો. જેનાથી પ્રજનેશના રેન્કિંગમાં 13 અંકનો સુધારો થયો હતો. આ પ્રતિયોગિતામાં તેણે વિશ્વ રેન્કિંગમાં 18મા સ્થાને રહેલા નિકોલોજ બાસિલાશવિલિને હરાવીને કારકિર્દીની સૌથી મોટી જીત મેળવી હતી. પુરુષ એકલ રેન્કિંગમાં પ્રજેનેશ બાદ રાજકુમાર રામનાથનનું નામ આવે છે. જે 139મા ક્રમાંકે છે. હવે આ બન્ને ખેલાડી મિયામી માસ્ટર્સના એકલ મુખ્ય મુકાબલામાં જગ્યા બનાવવાનો પ્રયાસ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer