અજમાનું મધ, ઓર્ગેનિક સફેદ શેરડી, ઓર્ગેનિક ગોળ સહિતનું રાહતદરે વેચાણ

અજમાનું મધ, ઓર્ગેનિક સફેદ શેરડી, ઓર્ગેનિક ગોળ સહિતનું રાહતદરે વેચાણ
રવિવારે ખેડૂતો પોતાનું સીધું ઉત્પાદન વેચવા આવશે
રાજકોટ, તા. 10 : ફૂલછાબ અને નવરંગ નેચર ક્લબ દ્વારા દર રવિવારે રાહતદરથી વિવિધ ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. જેમાં ઓર્ગેનિક સફેદ શેરડી, ગીર ગાયનું દૂધ અને ઘી, ઓર્ગેનિક ગોળ, ફીંડલા સરબત, ઓર્ગેનિક ગોળ, દેશી મુખવાસ, વગેરે ચીજ વસ્તુઓનું વેંચાણ થાય છે. આ રવિવારે તા. 13મીએ પણ રાહતદરથી વિવિધ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
આ અંગે નવરંગ નેચર ક્લબના પ્રમુખ વી.ડી.બાલાએ જણાવ્યું હતું કે, અનેક ચીજ વસ્તુઓ બજાર ભાવ કરતાં પણ ઓછા ભાવથી અમે વેચાણ કરીએ છીએ. જેમાં વિવિધ જાતના કઠોળ, તલ, તુવેરદાળ, ચણાની દાળ, મગ, ચણાનો લોટ, ઘરમાં પોતાં મારવા માટે ગાય આધારિત ગોનાઈલ લિક્વીડ, ખારી શીંગ, જાતજાતની ચીકીઓ પણ મળશે. ખેત ઉત્પાદનો ખેડૂતો પોતાના ખેતરેથી સીધા આવીને વેચશે તેથી બજાર ભાવ કરતાં સસ્તું પડશે.
આ ઉપરાંત અજમાનું મધ, અગરબત્તીઓ, ફૂલછોડ, એલોવેરા જ્યુસ, સપ્તચૂર્ણ, હાથેથી ખાંડીને બનાવેલા આયુર્વેદિક ઓસડીયાં, માટીના અને લોખંડના વાસણો પણ રાહતદરથી મળશે. આ ચીજ વસ્તુઓનું કોર્પેરેશનનું મેદાન, 1પ0 ફૂટ રીંગ રોડ, અમીન માર્ગના ખૂણે તા.13મીને રવિવારે સવારે 9 થી 1 દરમિયાન થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer