મકરસંક્રાંતિ દાનનું મહાપર્વ

મકરસંક્રાંતિ દાનનું મહાપર્વ
ગૌશાળા, પક્ષીઓનું અન્નક્ષેત્રમાં અબોલ જીવોને અભયદાન આપવા અપિલ
રાજકોટ : મકરસંક્રાંતિનું પર્વ એટલે દાનનું મહાપર્વ, સંક્રાંતિના મહાપર્વએ અબોલ જીવોની સેવા કરી મહાપુણ્ય લોકો કમાય છે. શહેરની ગૌશાળાઓ, પક્ષીઓ માટે અન્નક્ષેત્ર, સામાજિક સેવાકિય પ્રવૃત્તિમાં યથાયોગ્ય દાન આપી લોકો સહભાગી થાય છે. ત્યારે ગૌશાળાઓ, અન્નક્ષેત્ર, પક્ષીઓની ચણ માટે દાનની ટહેલ નાખતાં શહેરની વિવિધ વિસ્તારોમાં રાવટીઓ નાખી સેવાકર્મીઓ સેવા કરશે. જેનું સંકલન અત્રે
પ્રસ્તુત છે.
મહાજન પાંજરાપોળ : મહાજન પાંજરાપોળ દ્વારા છેલ્લા એક સૈકાથી જીવદયાનું, અનુકંપાનું ઝરણુ વહાવી રહ્યાં છે. જ્યાં પાંચ હજારથી વધુ અબોલ જીવો આશ્રય લઇ રહ્યાં છે. ત્યારે અભયદાન શ્રેષ્ઠદાન ગણી વિવિધ વિસ્તારોમાં અનુદાન માટે કલેક્શન સેન્ટરો શરૂ કરાયા છે. વધુ માહિતી માટે કાર્તિકભાઇ દોશી (98980 72213) પર સંપર્ક સાધવા જણાવાયું છે.
શ્રીજી ગૌશાળા : રાજકોટની ભાગોળે જામનગર રોડ પર ન્યારા પાસે આવેલ શ્રીજી ગૌશાળામાં 1900થી અધિક ગૌમાતાનો નિભાવ થઇ રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાંથી તરછોડાઇને આવતી અંધ-અપંગ બિમાર, લુલી લંગડી ગૌમાતા માટે આશ્રય સ્થાન છે. કસોટી કાળમાં ગૌ નિભાવ કરતી ગૌશાયા સંસ્થાશઓ માટે નિભાવ કઠીન બની રહ્યો છે. ત્યારે આ પર્વએ ગૌતીર્થ શ્રીજી ગૌશાળાની ગાય માતાને ચારો નિરવાનો આ ઉત્તમ અવસર છે. શ્રીજી ગૌશાળામાં જઇ ગાયોને લાડુ, ગોળ, ખોળ જાતે નિરવાની ખાસ વ્યવસ્થા પણ કરાઇ છે. ગાયોની અનેરી સેવા ચાકરી થઇ રહી છે. કાર્યકર્તાઓને ફોન કરવાથી ઘર, ઓફિસેથી પણ દાન સ્વિકારી જવાની વ્યવસ્થા કરાઇ છે. જેમાં પ્રભુદાસભાઇ તન્ના (98254 18900), રમેશભાઇ ઠક્કર (99099 71116), ભુપેન્દ્રભાઇ છાંટબાર (93767 33033)નો સંપર્ક સાધી
શકાય છે.
યુવા સેના ટ્રસ્ટ : યુવાસેના ટ્રસ્ટ દ્વારા અબોલ જીવો માટે પક્ષીઓને ચણ, કાગડા, કાબરને ફરસાણ, શ્વાસોને દૂધ બ્રેડ બિસ્કિટ પાંજરાપોળમાં અશક્ત ગૌમાતાઓને લીલો ઘાસચારાની સેવા થઇ રહી છે. ત્યારે અનુદાનની અપિલ કરાઇ છે.
કલરવ : સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતિ રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી ‘દીકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ દ્વારા પશુ પક્ષીઓ માટેનું હરતું ફરતું અન્નક્ષેત્ર કાર્યરત છે. છેલ્લા સાત વર્ષથી સ્વ.રસીકભાઇ મહેતાના અનુદાનથી શરૂ થયેલ ‘કલરવ’ જીવદયાની પ્રવૃત્તિ કરે છે. જેમાં કૂતરાઓને દુધ-રોટલી, માછલીને લોટની ગોળી, કાબરને ગાંઠીયા, પક્ષીઓને ચણ આપવામાં આવે છે. છેલ્લા સાત વર્ષથી અવિરત પણે ન્યારીડેમ ખાતે સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલ જીવદયા રથ દ્વારા આ પ્રવૃતિ કરવામાં આવે છે. જેનો અંદાજિત પ્રતિદિનનો ખર્ચ રૂા.4500/- જેવો થાય છે. સંસ્થા દ્વારા જીવદયાની પ્રવૃત્તિ માટે વિવિધ યોજનાઓ છે. દાન-ધર્મના ઉમદા પર્વ નિમિત્તે જીવદયા પ્રેમીને દાન આપવા સંસ્થા દ્વારા અપીલ કરાઇ છે. દાન આવક વેરા મુક્તિ પ્રમાણપત્ર ધરાવે છે. સંસ્થા દ્વારા દાન માટે વિશેષ વ્યવસ્થા છે. વિશેષ માહિતી માટે સંસ્થાના મુકેશ દોશી (98250 77725), અનુપમ દોશી (94282 33796)નો સંપર્ક કરવા જણાવ્યું છે.
ગૌરી ગૌશાળા : ગૌરી ગૌશાળા ટ્રસ્ટ દ્વારા ગાયો માટે લોકોને દાન આપવા અપિલ કરાઇ છે. વિશેષ માહિતી માટે ઢેબર રોડ, રેલવે ફાટક પાસે, કાળુભાઇ માંડવિયા (98791 62423), લલીતભાઇ શાહી (94262 01260)નો સંપર્ક સાધવા જણાવ્યું છે.
જનકલ્યાણ ટ્રસ્ટ : વર્તમાન સમયમાં સદગુણી માણસો ચક્ષુદાદ-દેહદાન-અંગદાન જેવા અમૂલ્ય દાન પ્રત્યે જાગૃતિ બતાવે છે. ત્યારે જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના દાનની સેવાકિય પ્રવૃત્તિ કરી રહી છે. કોઇપણ ઇચ્છુક વ્યક્તિઓને દાન કરવા માટે સંસ્થાના ચેરમેન ઉમેશ આર.મહેતા (94285 06011)નો સંપર્ક સાધવા જણાવ્યું છે.
કિશોરભાઇ કોરડિયાનો જીવદયા યજ્ઞ
કિશોરભાઇ કોરડીયાનો જીવદયા યબ તા.14ને સોમવારે સવારના 7 થી સાંજના 7 દરમિયાન રાજકોટ મહાજન પાંજરાપોળ માટે ભક્તિનગર સર્કલની પાસે, “ધારેશ્વર મંદિર’’ સામે, પાંજરાપોળની પાકી પહોંચ તેમજ 80-જી સર્ટીફીકેટ સાથે ચાલુ કરેલ હોઇને તેમની ઝોળી છલકાવી દેવા અનુરોધ કરાયો છે. કિશોરભાઇ કોરડીયા અન્ન, જળનો ત્યાગ કરતાં રાજકોટ પાંજરાપોળની લુલી, લંગડી, બિમાર, અશક્ત તથા દુધ ન આપતી ગાયોના માટે કિશોર કોરડીયાનું જબ્બર અભિયાન ચાલુ થશે. આ દાનની રકમમાંથી મુંગા જીવોને જીવન આપવાનો નમ્ર પ્રયાસ છે. જીવદયાના દાનના પ્રવાહની અનુમોદના કરવા તેમજ ધારેલી રકમ રૂા.3,00,000(ત્રણ લાખ) ફક્ત 12 કલાકમાં ન થાય ત્યાં સુધી અન્ન, જળનો ત્યાગ કરી, પોતાની જાતને હોમાવીને 29 વર્ષ થયા “ટહેલ’’ પાંજરાપોળ માટે નાંખનાર વ્યક્તિ છે. ત્યારે “રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ’’ નામનો ચેક આપવા અને પાકી પહોંચ મેળવી લેવા કિશોર કોરડીયાએ જણાવ્યું છે. તેમના નંબર (98250 74771, 94282 28910) છે.
એનીમલ હેલ્પલાઇન દ્વારા કંન્ટ્રોલ રૂમ
મકરસંક્રાંતિએ ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે એનીમલ હેલ્પલાઇન દ્વારા તા.14 અને 15ના બે દિવસીય છ વિશેષ કન્ટ્રોલ રૂમ ખોલાશે. જેમાં ત્રિકોણબાગ (98980 19059, 98984 99954), પેડક રોડ (99986 39382), આત્મિય કોલેજ પાસે (95744 00028), કિશાનપરા ચોક (95744 00028) માધાપર ચોકડી (95744 00064) શ્રીજી ગૌશાળા તુલસી પાર્ટી પ્લોટ-વાવડી (98980 19059)નો સંપર્ક સાધી શકાશે. આણંદ વેટરનરી ડોક્ટર સહિત 20 તબીબો, 30 પેરા મેડીકલ સ્ટાફ, 100 કાર્યકર્તાઓ ખડેપગે સેવા આપશે.
જીવદયા ઘર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સારવાર કેમ્પ
મકરસંક્રાંતિના દિવસે ઘાયલ પશુ-પક્ષીઓની તાત્કાલીક સારવાર કરી જીવ બચાવી શકાય તેવા શુભ ભાવ સાથે તા.13 અને 14ના જીવદયા ઘર, રાજકોટ અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત તાત્કાલિક સારવાર કેમ્પનું આયોજન ઇમ્પીરીયલ હાઇટ્સની બાજુમાં, 150 ફૂટ રિંગ રોડ, બીગ બાઝાર સામે કરાયું છે. કેમ્પ ઉપર તમામ પ્રકારના પક્ષીઓની નિ:શુલ્ક સારવાર/ઓપરેશન અને દવા કરાશે. આ સેવામાં રાજકોટ મહાનગરપાલિકાના અનુભવી સિનિયર વેટરનરી તબીબો ડો.ભાવેશભાઇ ઝાકાસનીયા (96240 75387), ડો.નરેશકુમાર, શ્રી એમ.એમ. મુની વનવિભથાગ સહિતના સેવા આપશે. માહિતી માટે (93741 20586, 94097 43362) નો સંપર્ક સાધવા વસંતભાઇ દોશીએ જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer