ચાઇનીઝ દોરા અને તુક્કલ અંગે દરોડા

ચાઇનીઝ દોરા અને તુક્કલ અંગે દરોડા
રાજકોટ, તા. 11: મકરસંક્રાતિના તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરા અને તુક્કલનું વેચાણ ન થયા માટે પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. શહેરના તમામ પોલીસ  સ્ટેશન હેઠળ આવેલા પતંગ, દોરાની દુકાનો પર દરોડા પાડીને ચાઇનીઝ અને તુક્કલ અંગે તપાસ કરવામાં આવી હતી.
મકરસંક્રાતિના તહેવાર દરમિયાન ઘરની બહાર નિકળતા લોકોની સલામતી અને આગના બનાવોના સંદભમાં ચાઇનીઝ દોરા અને તુક્કલ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ પ્રતિબંધનો કડક અમલ થાય તે માટે પોલીસ કમિશનર અગ્રવાલ, સંયુકત કમિશનર ખત્રી દ્વારા તમામ પોલીસ મથકના અધિકારીને  સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને ઝોન-1ના ડીસીપી રવિમોહન સૈની અને એસીપી પ્રદીપસિંહ જાડેજા  અને એસ.આર. ટંડેલના માગદર્શન  હેઠળ ચાઇનીઝ દોરા અને તુક્કલ અંગે દરોડા પાડીને ચેકીંગ શરૂ કરાયું હતું. થોરાળા, ભકિતનગર સર્કલ, સોરઠિયાવાડી, ગોંડલ રોડ, આજીડેમ, કોઠારિયા રોડ, રણછોડનગર, સંતકબીર રોડ, નવાગામ, પરાબજાર, ત્રિકોણ બાગ, ભુતખાના ચોક, કેનાલ રોડ, ગુંદાવાડી, સદર બજાર, યુનિવર્સિટી, કાલાવડ, રૈયા રોડ, સાધુવાસવાણી રોડ વિસ્તારની દુકાનોમાં ચેકીંગ કરાયું હતું. જો કે, ચાઇનીઝ દોરા કે તુક્કલ મળ્યા ન હતાં.  આ ચેકીં દરમિયાન પોલીસ અધિકારીઓ દ્વારા વેપારીઓને ચાઇનીઝ દોરા અને તુક્કલનું વેચાણ ન કરવા સમજાવ્યા હતાં. વેપારીઓ પણ ચાઇનીઝ દોરા અને તુક્કલ નહી વેચવાની ખાત્રી આપી હતી. આ ચેકીંગની કાર્યવાહી મકરસંક્રાતિ સુધી ચાલશે તેમ જણાવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer