મણિરત્નમની આગામી ફિલ્મમાં ઐશ્વર્યા

મણિરત્નમની આગામી ફિલ્મમાં ઐશ્વર્યા
હાલમાં ઐશ્વર્યા રાય -બચ્ચન ફિલ્મો કરતાં જાહેરજીવનમાં વધુ જોવા મળે છે. જોકે, હવે તે મણિરત્નમની આગામી ફિલ્મમાં જોવા મળશે. અત્યંત મોટા પાયે બનનારી આ ઐતિહાસિક ફિલ્મ બે ભાષામાં હશે અને બાહુબલી જેવી હશે એવું કહેવાય છે. આ ફિલ્મમાં ઐશ્વર્યા મુખ્ય ભૂમિકા ભજવશે અને તેણે ઓફર મળતાં જ તક ઝડપી લીધી હતી. કલ્કિ ક્રિષ્ણમૂર્તિની ઐતિહાસિક નવલકથા પુન્નીયીન સેલ્વાન ( પોન્નીનો પુત્ર) પરથી મણિરત્નમની ફિલ્મ બનશે. પાંચ વોલ્યુમમાં લખાયેલી આ કથા અરુલમોઝહિવર્મનની છે, જે 10 અને 11મી સદીમાં ચોલા વંશના પ્રથમ રાજા હતા. પોંગલની આસપાસ મણી આ ફિલ્મની જાહેરાત કરશે. ફિલ્મના શૂટિંગ માટે ઐશ્વર્યા પાસે એકસાથે તારીખો માગવામાં આવી છે. પુસ્તકનાં પાંચ વોલ્યુમ છે પણ રૂપેરી પરદે તેને ત્રણ ભાગમાં દર્શાવવામાં આવશે. ફિલ્મનું દિગ્દર્શન ઓ.કે. ક્નમણિ છે અને એક મહત્ત્વના પાત્રમાં અમિતાભ બચ્ચનને લેવાનું વિચારાઇ રહ્યું છે. આ વિશે બિગ બી સાથે વાત થઇ છે પરંતુ તેમણે નિર્ણય લેવા સમય માગ્યો છે. તેમને આ ભૂમિકા ગમી છે પરંતુ હજુ હા પાડી નથી. જો અમિતાભ મણિની ફિલ્મ સ્વીકારશે તો 11 વર્ષ બાદ તેઓ પુત્રવધૂ ઐશ્વર્યા સાથે ફિલ્મમાં જોવા મળશે. છેલ્લે આ બંને રામ ગોપાલ વર્માની સરકાર રાજમાં જોવા મળ્યા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer