નવી ફિલ્મ: મેરા બેટા વરુણ ધવન

નવી ફિલ્મ: મેરા બેટા વરુણ ધવન
ડેવિડ ધવનની ફિલ્મ ડુ નોટ ડિસ્ટર્બના લેખન અમિત આર્યને એફઆઇઆર તથા લાપતાગંજ જેવી કોમેડી ટીવી સિરિયલના  છ હજારથી વધુ એપિસોડ લખ્યા છે. હાલમાં અમિત ‘મેરા બેટા વરુણ ધવન’ નામના પ્રોજેકટ પર કામ કરી રહ્યો છે. અમિતે આ શીર્ષકનું રજિસ્ટ્રેશન પ્રોડયુસર્સ એસોસિયેસનમાં કરાવ્યું છે. સામાન્ય રીતે સેલિબ્રિટીના નામ ધરાવતા શીર્ષકને કોપીરાઇટના કારણસર રજિસ્ટર નથી કરતા. પરંતુ અમિતનું ડેવિડ સાથેનું કનેકશન જોઇને નામ રજિસ્ટર કરાવ્યું છે.  રેમો ડિસોઝાની ફિલ્મ એબીસીડીની પ્રથમ એડિશનના સંવાદ પણ લખ્યા છે. રેમોએ આ શીર્ષકના નિર્માતા તરીકે નામ નોંધાવ્યું છે. તેઓ આ નામની ફિલ્મ કે ટીવી સિરિયલ બનાવશે. જો કે,ધવન પરિવાર સાથે આ અંગે વાત થઇ નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer