પરિવાર પર અનુષ્કાની ખુલ્લી કિતાબ

પરિવાર પર અનુષ્કાની ખુલ્લી કિતાબ
ફિલ્મ બેન્ડ બાજા બારાતથી અભિનય કારકિર્દી શરૂ કરનારી અનુષ્કા શર્મા આજે બોલીવૂડની સ્ટાર કલાકાર બની ગઇ છે. તેણે શરૂઆતમાં બબલી જેવી યુવતીઓની ભૂમિકા કરી હતી પણ પછી એનએચ 10, પરી અને સુઇધાગા જેવી ફિલ્મોમાં ગંભીર પાત્ર ભજવીને પોતાની ટેલેન્ટ દર્શાવી છે.  ફિલ્મના સેટ પર કલાકારોની આસપાસ અનેક લોકો વીંટળાયેલા રહે છે. આમાંના મોટા ભાગના તેમની ખોટેખોટી પ્રશંસા કરતા હોય છે. તેમનામાં કલાકારોને સાચી વાત કહેવાની હિંમત હોતી નથી, તો બીજી તરફ એવા પણ કેટલાક કલાકારો છે જેમને સાચું સાંભળવું હોતું નથી. આથી તેઓ પોતાની આસપાસ ચમચાઓને રાખે છે. અનુશ્કા કહે છે કે હું મારી આજુબાજુ એવા લોકોને રાખવાનું પસંદ કરું છું જે સાચું બોલે. મારી ચમચાગીરી કરનારાને હું તરત જ ઓળખી કાઢું છું. આવા લોકોથી હું દૂર થઇ જાઉં છું. જે લોકોને પોતાના માટે આદર હોય એવા લોકો જ હું મારી પાસે રાખું છું અને તેઓ સતત મને પડકારે છે. મને સત્ય જાણવું હોય છે. મેં એવા પણ કલાકારો જોયા છે જે ચમચાઓને જ પસંદ કરતા હોય છે, જયારે આત્મનિરીક્ષણની ફરજ પાડનાર સાથે હું રહું છું.  અનુશ્કા હવે પરિવાર શરૂ કરવાનું વિચારે છે એવી થતા ચર્ચાઓનું ખંડન કરતાં અનુશ્કાએ કહ્યું કે, આ અફવા છે. આવું કશું હોય તો હું તેને છુપાવી ન શકું. અભિનેત્રી પ્રેમસંબંધ ધરાવતી હોય તો તેના લગ્ન કયારે થશે એમ પુછાય છે અને લગ્ન કરી લે તો તેને બાળક કયારે થશે તેની ચર્ચા થાય છે. પરંતુ આવી વાતો ગુપ્ત રહેતી નથી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer