જામનગરના એરપોર્ટ પર રાજકોટનો શખસ સોના સાથે ઝડપાયો

જામનગર, તા.11: જામનગર એરપોર્ટ પર આજે મુંબઇથી શંકાસ્પદ એક કિલો સોના અને સિક્કા સાથે વિમાનમાં આવેલા  એક યુવાનને અટકાયતમાં લઇને ઇન્કમટેકસ વિભાગે ઉંડી તપાસ -પૂછપરછ હાથ ધરી છે. ઇન્કમટેકસ વિભાગની કચેરીએ બંધ બારણે રાત્રી સુધી પૂછપરછ ચાલી હતી. બિનસત્તાવાર પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઇથી ઇન્કમટેકસ વિભાગ દ્વારા જામનગરના ઇન્કમટેકસ વિભાગને ટેલિફોનિક સંદેશો મળ્યો હતો કે આ યુવાન સોના સાથે પેસેન્જર વિમાનમાં આવી રહ્યો છે, તેનો કબજો લેવો. આ સંદેશાના અનુસંધાને આ યુવાન એરપોર્ટ બહાર નીકળતા ઇન્કમટેકસ અધિકારીઓએ તેનો કબજો લઇ તેમજ એક બેગ હસ્તગત કરી પૂછપરછ માટે તેની અટકાયત કરી હતી. આ યુવાન રાજકોટનો હોવાનું અને તેનું નામ નિલેષ હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેનું સોનું, સિક્કા કોને આપવાના હતા ? ગેરકાયદે છે કે કેમ ? બિલ કે કોઇ આધાર છે કે કેમ ? તે અંગે ઇન્કમટેકસ  વિભાગ દ્વારા પૂછપરછ ચલાવાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer