હાર્દિક-રાહુલની ટિપ્પણી સાથે ટીમ અસંમત : કોહલી

હાર્દિક-રાહુલની ટિપ્પણી સાથે ટીમ અસંમત : કોહલી
સિડની, તા.11: ઓલરાઉન્ડર હાર્દિક પંડયાના વિવાદી બયાન બાદ તેના પર તોળાઇ રહેલા પ્રતિબંધની આશંકાથી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી જરા પણ પરેશાન નથી. આ મામલે જ્યારે કોહલીને સવાલ થયો તો તેણે ઉત્તર આપ્યો કે અમારી પાસે રવિન્દ્ર જાડેજા છે, જે તેની જગ્યા લઇ શકે છે.
ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધના પહેલા વન ડેની પૂર્વ સંધ્યા પર મીડિયા સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યુ કે અમે ભારતમાં વિન્ડિઝ સામે એક એક ફિંગર સ્પિનર અને એક રીસ્ટ સ્પિનર સાથે રમ્યા હતા.  આવી સ્થિતિમાં જાડેજા અમારી પાસે છે તે સારી વાત છે. આથી અમે વધુ ચિંતામાં નથી. ટીમ બેલેન્સ રહે તેવા અમારી પાસે ખેલાડીઓ હાજર છે. સુકાનીએ તેની ટીમની બેટિંગ ઘણી મજબૂત ગણાવી હતી. દરેક વિભાગમાં અમારી ટીમ સંતુલિત છે. જે વિશ્વ કપ પહેલા સારી નિશાની છે.
હાર્દિક પંડયા અને કેએલ રાહુલના યુવતી પરના આપત્તિજનક બયાનથી ટીમને અલગ કરતા કહયું કે એ તેમના અંગત વિચારો છે. ટીમ સંમત નથી. બન્ને ખેલાડીની ટિપ્પણી સાથે ટીમને લેવા-દેવા નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer