એશિયા કપમાં UAE સામે ભારતની 0-2થી હાર

એશિયા કપમાં UAE સામે ભારતની 0-2થી હાર
અબુધાબી, તા.11: એએફસી એશિયા કપના પહેલા મેચમાં થાઇલેન્ડને 4-1 ગોલથી હરાવીને જોરદાર શરૂઆત કરનાર ભારતીય ફૂટબોલ ટીમ તેનું આ ફોર્મ જાળવી શકી ન હતી. ગ્રુપ એના બીજા મેચમાં ભારતીય ટીમ યજમાન ટીમ યુએઇ સામે 0-2થી પરાજીત થઇ હતી. મુકાબલો રોમાંચક હતો, પણ યજમાન ટીમે ભારતની ટીમને જીતનો કોઇ મોકો આપ્યો ન હતો. અબુધાબીના જાયેદ સ્પોર્ટસ સિટીમાં રમાયેલ આ મેચમાં યુએઇ તરફથી પહેલો ગોલ 42મી મિનિટે ખેફાન મુબારકે કર્યોં હતો. જ્યારે અલી મબખાઉતે 88મી મિનિટે ગોલ કરીને યુએઇની જીત નિશ્ચિત કરી હતી. યુએઇનો પહેલો મેચ બહેરિન સાથે 1-1થી ડ્રો રહયો હતો. આથી તેના ચાર પોઇન્ટ છે. જ્યારે ભારત-થાઇલેન્ડના 3-3 પોઇન્ટ છે. ગોલ અંતરના આધારે ભારતીય ફૂટબોલ ટીમ ગ્રુપ એમાં બીજા નંબર પર છે. ભારત હવે ગ્રુપનો આખરી મેચ બહેરીન સામે રમશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer