‘લાફીંગ નેતા’ સિદ્ધુની બોલતી બંધ થવાનો ખતરો !

‘લાફીંગ નેતા’ સિદ્ધુની બોલતી બંધ થવાનો ખતરો !
70થી વધુ ચૂંટણીસભા અને હવાઇયાત્રાથી હેરાન : પાંચ દી’ આરામની તબીબી સલાહ

ચંદીગઢ, તા. 6 : પોતાની શાનદાર વાક્છટાનાં કારણે એક કુશળ વક્તા તરીકે પણ જાણીતા પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્ધુનો અવાજ બંધ પડી જવાનો મોટો ખતરો ઊભો થયો છે.
છેલ્લા 17 દિવસથી 70 કરતાં વધુ સભાઓમાં ચૂંટણી પ્રચાર માટે લગાતાર ભાષણો અને હવાઇયાત્રાઓથી અવાજ પર ભારે ખરાબ અસર પડતાં હાલ તુરત તબીબોએ સિદ્ધુને પાંચ દિવસ સુધી પૂરતા આરામની સલાહ આપી છે.
વિમાન અને હેલિકોપ્ટરમાં લગાતાર યાત્રાએ તેમનાં સ્વાસ્થ્યને ખાસું નુકસાન પહોંચાડયું છે, એ ધ્યાને લેતાં હવે જો આરામ નહીં કરીને ગાફેલ રહેશે, તો સિદ્ધુનો અવાજ બંધ થઇ જવાનું જોખમ છે.
 
 સિદ્ધૂ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ
નવી દિલ્હી, તા. 6 : રાજસ્થાનના  અલવરમાં કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધૂની એક રેલીમાં પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્રોચ્ચારો થતા રાજકીય ઘમાસાણ શરૂ થયું છે અને ભાજપ તરફથી સિદ્ધૂને ઘેરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે આ વિવાદમાં ન્યૂઝ ચેનલ ઝી ન્યૂઝે ચૂંટણી પંચમાં ફરીયાદ નોંધાવી છે.  જેમાં કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલ અને પક્ષના નેતા કરન સિંહ યાદવનું પણ નામ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer