જામનગર મનપામાં ભળેલા વિસ્તારોને ટેકસ બિલોમાં રિબેટ અપાશે

જામનગર, તા.6 : મહાપાલિકામાં થોડા સમય પહેલા નવા ભેળવવામાં આવેલા જુદા-જુદા વિસ્તારોના આસામીઓને ટેકસ બીલોમાં રિબેટનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.
મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક આજે સુભાષ જોષીના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો.
આ વિસ્તારોના લોકોને મહાપાલિકા દ્વારા ટેકસ બીલો ઈસ્યુ કરવામાં આવ્યા છે. જે આસામીઓ આ બીલોની રકમ એકસાથે તા.16-12-2018 થી તા.15-1-2019 સુધીમાં એટલે કે એક માસમાં ભરી આપે તેઓને નીચે મુજબ રિબેટનો લાભ મળશે.
સામાન્ય  કરદાતાઓને 10 ટકા, સિનિયર સિટીઝનને 15 ટકા, શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિ તથા બી.પી.એલ. કાર્ડ ધારક વિધવાઓને 15 ટકા, કન્યા છાત્રાલયો, માજી સૈનિકો, સ્વાતંત્ર્ય સેનાની તથા શહીદોની વિધવા તથા અનાથ આશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ હોય તેને 25 ટકા રિબેટનો લાભ અપાશે. જે આસામીઓએ આ નિર્ણય પહેલા ઈસ્યુ થયેલા બીલ મુજબ રકમ ભરી આપી છે તેઓને પણ રિબેટની રકમની ક્રેડીટ અપાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer