આજે પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ ડોકટરો 400 ઓપરેશન નિ:શુલ્ક કરશે

આજે પ્રમુખસ્વામી મહારાજનો જન્મદિવસ ડોકટરો 400 ઓપરેશન નિ:શુલ્ક કરશે
તારીખ પ્રમાણે આજે સ્વામીબાપાનો જન્મદિન ઉજવાશે: સ્વામિનારાયણનગરમાં દરિદ્રનારાયણના ઓપરેશન કરવા આજે રજિસ્ટ્રેશન
રાજકોટ,તા.6 : સંતવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનો 98મો જન્મજયંતી મહોત્સવ રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ઉજવાઈ રહ્યો છે. મહોત્સવના દ્વિતીય દિને આજે નારીશક્તિ અને ઉત્કર્ષને ઉજાગર કરતું વિરાટ મહિલા સંમેલન યોજાયું હતું.  આવતીકાલ તા.7મી ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજનો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 98મો જન્મદિવસ છે. એ નિમિત્તે રાજકોટમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા વિવિધ પ્રકારના રોગોના નિવારણ અર્થે આર્થિક રીતે જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક  ઑપરેશન યજ્ઞનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેની પૂર્તિ આવનારા 15-30 દિવસમાં પૂર્ણ થશે. તેવી જાહેરાત કરાઈ હતી.
આજ રોજ મહિલા સંમેલનને માણવા માટે હજારો મહિલા ભક્તો-ભાવિકો એકત્રિત થયા હતાં. આ મહિલા સંમેલનમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આમંત્રણને સહર્ષ સ્વીકારીને મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તદોપરાંત ગુજરાતના પ્રથમ મહિલા અને મુખ્યમંત્રીના ધર્મપત્ની શ્રીમતી અંજજ્ઞલબેન રૂપાણી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલર શ્રીમતી નીલામ્બરીબેન દવે આ મહિલા સંમેલનને માણવા માટે પધાર્યા હતા.
આ અવસરે બી.એ.પી.એસ. સંસ્થાના અગ્રણી મહિલા કાર્યકરો ઉપસ્થિત મહાનુભાવોને હારતોરા કરી સત્કાર્યા હતા.
પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ  જેમણે પોતાના 95 વર્ષનું સમગ્ર જીવન માનવઉત્કર્ષ અને લોકહિત માટે વિતાવ્યું હતું. બીજાના ભલામાં આપણું જ ભલું છે આ જીવનસૂત્ર સાથે જેમણે લાખોના જીવનમાં સદ્ભાવના પ્રસરાવી છે. જેઓએ માનવતાના મુલ્યોનું, સદ્ગુણોનું નિરંતર વહન કર્યું છે એવા પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના જીવન પર આધારીત નૃત્યનાટિકા સંત પરમહિતકારીની સાયંકાળે અદ્ભૂત પ્રસ્તુતિ કરવામાં આવશે. આ ઉપરાંત મહોત્સવના તૃતીયદિને સ્વામિનારાયણ નગરમાં અનેકવિધ કાર્યક્રમો યોજાશે.
વિરાટ મહિલા સંમેલનનું આકર્ષણ
   મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલનું પ્રેરક વક્તવ્ય.
   બાલિકા નૃત્ય નાટિકા-ખિસકોલી.
   સંવાદ-કરુણાની ભાગીરથી ગંગા.
   ગ્રાન્ડ શો નૃત્ય
નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિ:શુલ્ક ઑપરેશન યજ્ઞ વિશેષતાઓ :
   350 થી વધુ ઑપરેશન.
   ઑપરેશન રજિસ્ટ્રેશન સ્થળ : સ્વામિનારાયણ નગર, સેવાનંદ પ્રદર્શન ખંડની બાજુમાં બ્લડબેંક યુનિટ
   રજીસ્ટ્રેશન તારીખ : 7/12/2018(રજીસ્ટ્રેશન ફક્ત એક જ દિવસ રહેશે.)
   રજીસ્ટ્રેશન સમય : સવારે 9:00 થી સાંજે 7:00 સુધી.
આજના કાર્યક્રમો
   મહંતસ્વામી મહારાજના પ્રાત:પૂજા દર્શન અને આશીર્વચન.
   નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આર્થિક જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક ઑપરેશન યજ્ઞ
   નૃત્યનાટિકા : સંત પરમહિતકારી
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer