સમાજમાં ભાગલાના પ્રયાસનો આક્ષેપ કરીને સાંસદ ફુલેનું ભાજપમાંથી રાજીનામું

સમાજમાં ભાગલાના પ્રયાસનો આક્ષેપ કરીને સાંસદ ફુલેનું ભાજપમાંથી રાજીનામું
નવી દિલ્હી, તા.6: ઉત્તર પ્રદેશના ભાજપના દલિત સાંસદ સાવિત્રીબાઈ ફુલેએ, પક્ષ સમાજમાં ભાગલા સર્જવા પ્રયાસ કરી રહ્યાનો આક્ષેપ કરવા સાથે પક્ષમાંથી આજે રાજીનામું આપ્યું છે. બહરૈચનાં આ સાંસદ લાંબા સમયથી રાજય અને કેન્દ્રમાંની ભાજપી સરકારના આલોચક રહેલાં. બંધારણને તથા દલિતો/પછાતોની અનામતને ખત્મ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કરતા ફુલેએ કહ્યુ હતુ કે મારું ધ્યેય હતું કે બંધારણનો શબ્દાર્થ (જુઓ પાનું 9)
અને ભાવાર્થ મુજબ અમલ કરાવી શકાશે. જીવિત છુ ંત્યાં સુધી ઘર પરત નહીં જાઉં. દલિતોના ધ્યેયને પુરસ્કારવા આગામી તા. 23મીથી પોતે આંદોલન આદરશે એમ જણાવતાં ફુલેએ જણાવ્યુ હતું કે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને લોકસભાના સભ્યપદે મારી મુદતના અંત સુધી ચાલુ રહીશ. રામમંદિર મુદ્દે તેમણે કહ્યુ હતું કે દેશને મંદિર નહીં બંધારણની જરૂર છે.
મંગળવારે તેમણે દાવો કર્યો હતો કે ભગવાન હનુમાન દલિત હતા અને મનુવાદી લોકોના ગુલામ હતા. ભગવાન રામ માટે હનુમાને બધું કરી છૂટયા. રામમાં બધી શકિત હતી તો તેમને વાનર શા માટે બનાવી દેવાયા, તેમને મનુષ્ય શા માટે ન બનાવાયા ? તેમને મનુષ્ય ન બનાવી વાનર બનાવાયા, તેમને પૂંછડી લગાડાઈ, તેમના મોંને કાળા રંગે રંગી દેવાયું, કારણ કે તેઓ દલિત હતો, તે સમયે પણ તેમનું અપમાન કરાયું હતુ.  
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer