2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આગેકદમ
નવીદિલ્હી,તા.6: વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં વચનની આપૂર્તિની દિશામાં સરકાર દ્વારા એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આનાં માટેની પ્રતિબદ્ધતા દર્શાવતા પગલાંમાં કૃષિ નિકાસ નીતિને બહાલી આપી દીધી છે.
કેન્દ્રીય વાણિજ્યમંત્રી સુરેશ પ્રભુએ આજે એક પત્રકાર પરિષદ યોજીને કેબિનેટનાં નિર્ણય વિશે જાણકારી આપી હતી. એવું માનવામાં આવે છે કે વિદેશી બજારોમાં નિકાસની હિસ્સેદારી વધારવામાં આનાથી મદદ મળશે. અત્રે એ પણ નોંધનીય છે કે સરકારે કૃષિ નિકાસને પણ બમણી કરવાનું લક્ષ્ય રાખેલું છે.
નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું હતું, કે સીસીઈએ દ્વારા આરઈસીમાં સરકારની પ2.63 ટકા હિસ્સેદારી, સંચાલન નિયંત્રણનાં હસ્તાંતરણ સાથે પીએફસીને વેંચવાની મંજૂરી પણ આપી દીધી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પેન્શન સ્કીમમાં પણ સુધારાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજનામાં જૂની સુવિધાઓ પૂન:સ્થાપિત થશે. આ ઉપરાંત કેબિનેટે નેશનલ મિશન ઓન ઈન્ટરડિસીપ્લીનરી સાઈબર ફિઝિકલ સીસ્ટમ હેઠળ 1પ ટેકનોલોજી હબ, 6 એપ્લિકેશન હબ અને ચાર સંશોધન કેન્દ્ર સ્થાપિત કરવાનો નિર્ણય પણ લીધો છે.
કૃષિ નિકાસ નીતિને બહાલી
