વિકાસની ‘સુરત’ રાજકોટ

વિકાસની ‘સુરત’ રાજકોટ
વિશ્વમાં સૌથી વધુ ઝડપે વિકસશે સુરત ઈં રાજકોટની રફતાર પણ ઉજજવળ
સૌથી ઝડપે વિકસતા વિશ્વનાં 20માંથી 17 શહેર ભારતનાં
2035 સુધીમાં રાજકોટ સહિત શહેરોનો વેગવાન વિકાસ થશે
નવી દિલ્હી, તા.6:  વિશ્વમાં 2019થી 203પ દરમિયાન સૌથી ઝડપભેર વૃદ્ધિ પામનાર વીસ શહેરોમાંના સત્તર તો ભારતના રહેશે, એટલું જ નહીં, સુરત એ ભારતીય શહેરો સૌથી અગ્રીમ હશે એમ ઓક્ષફર્ડ ઈકોનોમિકસના રીપોર્ટમાં જણાવાયું છે. આર્થિક વૃદ્ધિની વાત કરો તો વિશ્વના ટોપ ટેન શહેરોમાં ભારત છવાયેલું હશે એમ રીપોર્ટ જણાવે છે. હીરાના પ્રોસેસીંગ અને ટ્રેડિંગનું હબ રહેલું સુરત 18થી 3પ સુધીમાં 9.2 ટકાના દરે સરેરાશ જીડીપી વૃદ્ધિ સાથે સૌથી ઝડપી વાર્ષિક વૃદ્ધિ નોંધાવશે. તે પછીના ક્રમે આગ્રા, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપુર, રાજકોટ, તિરુચિરપલ્લી, ચેન્નાઈ અને વિજયવાડા આવશે. 
 તે છતાં ય 203પ સુધીમાં ભારતીય શહેરોનો સંયુકત જીડીપી ચીની શહેરો (કે બેશક ઉ.અમેરિકી અને યુરોપી શહેરો)ની તુલનાએ ઘણો ઓછો રહેશે. જો કે જીડીપી વૃદ્ધિની દૃષ્ટિએ ભારતીય શહેરો, અમારી આગાહીમાં સ્ટાર પર્ફોમર્સ રહેશે. ઉકત 17 વર્ષના સમયગાળામાં વિશ્વમાં સૌથી ઝડપી વેગે વૃદ્ધિ પામનાર વીસ શહેરો પૈકીના 17 ભારતીય હશે એમ રીપોર્ટ જણાવે છે.
2027માં સૌપ્રથમવાર એવુ થશે કે તમામ એશિયન શહેરોનો કુલ જીડીપી તમામ ઉત્તર અમેરિકા અને યુરોપના તમામ શહેરોના સંયુકત જીડીપીને અતિક્રમી જશે એમ રીપોર્ટમાં જણાવાયું છે.
ગ્લોબલ સિટીઝ નામનો રીસર્ચ રીપોર્ટ જારી કરતા ઓક્ષફર્ડ ઈકોનોમિકસે જણાવ્યુ હતું કે 203પ સુધીમાં એકલા ચીની શહેરો જ કાં તો ઉ. અમેરિકાના તમામ શહેરો અથવા યુરોપના તમામ શહેરોના ઉત્પાદનથી વધુ ઉત્પાદન નિર્માણ કરતા હશે. જો કે તે છતાં 203પમાં ન્યુયોર્ક વિશ્વનું સૌથી મોટું શહેરી અર્થતંત્ર ધરાવતું હશે.
 ભારત બહાર વિશ્વમાં સૌથી ઝડપે વૃદ્ધિ પામનાર શહેરોમાં, 8.1 ટકાના સરેરાશ વિસ્તરણ સાથે કમ્બોડિયાની રાજધાની નોમ પેન્હનો સમાવેશ થતો હોવાનુ રીપોર્ટ જણાવે છે.
ઓક્ષફર્ડના ગ્લોબલ સિટીઝ રીસર્ચના વડા રિચાર્ડ હોલ્ટે આ રીપોર્ટ લખ્યો છે.
સૌથી ઝડપી વૃદ્ધિ પામતા શહેરોની યાદીમાં ટોચના સ્થાને રહેલા શહેરોમાં નજીવો જ ફેરફાર થશે: ન્યુયોર્ક, ટોકયો, લોસ એન્જલસ અને લંડન, પોતપોતાના સ્થાનો જાળવી  રાખી શકશે, બીજી તરફ દરેક બે -બે કરોડની વસતિ સાથે શાંઘાઈ અને બીજિંગ, પેરિસ અને શિકાગોને અતિક્રમી જશે. દક્ષિણીય ચીનમાંના ગ્વાંગઝો અને શેન્ઝેન, હોંગકોંગને બહાર ધકેલી ટોપ ટેનમાં સ્થાન મેળવી લઈ શકશે.
આફ્રિકામાં સૌથી ઝડપભેર વૃદ્ધિ પામતું શહેર રહેશે ટાન્ઝાનિયાનું પોર્ટ દારે સલામ, યુરોપમાં ટોચનું સ્થાન આર્મેનિયાની રાજધાની યેરેવાન ધરાવશે. (સિલિકોન વેલીનું પ્રોક્ષી બનતું) સાન જોસ  ઉત્તર અમેરિકામાં શ્રેષ્ઠ પર્ફોર્મર રહેશે એમ રીપોર્ટમાં જણાવાયું છે.
ભારતનાં સૌથી વધુ ઝડપે
વિકસતા શહેર 2019-35
ક્રમ          શહેર      સરેરાશ વાર્ષિક વૃદ્ધિ(%)
1            સુરત                  9.17
2            આગ્રા                8.48
3            બેંગ્લુરુ               8.5
4            હૈદરાબાદ                        8.47
પ            નાગપુર               8.41
6            તિરુપુર               8.36
7            રાજકોટ              8.33
8            તિરૂચીપલ્લી                    8.29
9            ચેન્નઈ                8.17
10          વિજયવાડા                      8.16
‘સ્માર્ટ સિટી’ બનવાની દિશામાં રાજકોટની આગેકૂચ :કમિશનર
રાજકોટ, તા.6 :  વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામતા 10 શહેરમાં રાજકોટને પણ સ્થાન મળતા આ મુદ્દે રાજકોટના મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું કે, રાજકોટને હાલ 7મો ક્રમ મળ્યો છે પરંતુ એ સમય દૂર નથી જ્યારે તે પ્રથમક્રમે હશે કારણ કે, આ શહેર ઝૂંપડપટ્ટીમુક્ત થઈને સ્માર્ટ સિટી બનવા તરફ આગળ ધપી રહ્યું છે. ગરીબ-મધ્યમવર્ગના લોકો માટે આવાસ યોજનાનું નિર્માણ થઈ રહ્યું છે. નજીકના ભવિષ્યમાં જ  અમદાવાદ હાઈવે પર હિરાસર ગામે નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉભુ હશે. વધુમાં કમિશનરે જણાવ્યું હતું કે, ક્લાઈમેટ ચેન્જ ક્ષેત્રમામાં પણ અમે ગંભીરતાપૂર્વક પગલા લઈ રહ્યાં છે. વર્લ્ડ બેંક’’ના મેમ્બર સંગઠન “ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને પોતાના રિપોર્ટમાં જણાવાયું છે કે, આગામી વર્ષ 2030 સુધીમાં રાજકોટ શહેર ક્લાઈમેટ ક્ષેત્રમાં આશરે 4 અબજ ડોલર જેટલું જંગી મૂડી રોકાણની તૈયારી દર્શાવી છે. જૈ પૈકી અડધોઅડધ રકમ એટલે કે બે અબજ ડોલર ગ્રીનબિલ્ડીંગ ક્ષેત્રે, 1.2 અબજ ડોલર પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ઈલેક્ટ્રીક વાહનોમાં, 220 મિલિયન ડોલર વોટરવર્કસ સેક્ટરમાં વાપરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer