ધ્રોળની યુવતીનું કાનાલુસના શખસ દ્વારા અપહરણ અને લાલપુરમાં દુષ્કર્મ

જામનગર, તા.6 : ધ્રોળમાં રહેતી યુવતીનું કાનાલુસનો શખસ અપહરણ કરી લાલપુરમાં એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેના ઉપર બળાત્કાર ગુજાર્યાની અને
ધમકી આપ્યાની ફરિયાદ
નોંધાઈ છે.
ધ્રોલમાં રહેતી યુવતીએ કાનાલુસ ગામના દીપક ચંદુલાલ સાગઠિયા સામે ગઈકાલે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી યુવતીનું તા.17-11-2018ના રોજ દીપક સાગઠિયા પોતાના મોટર સાઈકલ ઉપર બેસાડી ધ્રોળથી અપહરણ કરી ગયો હતો અને લાલપુરના લક્ષ્મી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ બે વખત બળાત્કાર ગુજાર્યો હતો. પી.એસ.આઈ. જે.વી.ખાંભલાએ તપાસ હાથ ધરી છે.
પત્નીની ફરિયાદ : જામનગરમાં કાલાવડના નાકા બહાર મોરકંડા રોડ ઉપર રહેતી દિવ્યાબેન વિરેનભાઈ પંડયા (ઉ.30)એ પોતાના પતિ વિરેન મુકેશભાઈ પંડયાએ ચારિત્ર્ય ઉપર શંકા કરી ઢીકા પાટુનો માર મારી, મારી નાખવાની  ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer