સંજય દત્ત સાથે ફિલ્મ મળતા ક્રિતિ ખુશ

સંજય દત્ત સાથે ફિલ્મ મળતા ક્રિતિ ખુશ
ક્રિતિ આશુતોષ ગૌવારીકરની સાથે પણ ફિલ્મ ધરાવે છે
મુંબઇ,તા. 6 : હિરોપંતિ, દિલવાલે, રાબ્તા અને બરેલી કી બરફી જેવી ફિલ્મ કર્યા બાદ આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરેલી અભિનેત્રી ક્રિતિ સેનોન પાસે નવી કેટલીક ફિલ્મો આવી ગઇ છે. તેની પાસે હવે સંજય દત્તની સાથે એક ફિલ્મ આવી ગઇ છે. તેનુ કહેવું છે કે ઐતિહાસિક પટકથા પર આધારિત ડ્રામા ફિલ્મ પાનિપતમાં સંજય દત્તની સાથે રોલ મળ્યા બાદ તે ભારે ખુશ છે.
ક્રિતિનુ કહેવું છે કે સંજય દત્ત સાથે કામ કરીને તે ભારે ખુશી અને ગર્વ અનુભવ કરી રહી છે. તેમની પાસેથી ઘણુ શિખવા મળનાર છે. ફિલ્મમાં અર્જુન કપૂરની સાથે તે નજરે પડનાર છે. ફિલ્મ છઠ્ઠી ડિસેમ્બર 2019ના દિવસે રજૂ કરાશે.  સંજય દત્તની હાજરીથી ક્રિતિ નર્વસ દેખાઇ રહી છે. તેનું કહેવું છે કે સંજય દત્ત મહાન સ્ટાર પૈકી એક છે. આશુતોષ ગૌવારીકર દ્વારા બનાવવામાં આવી રહેલી ઐતિહાસિક ફિલ્મ પાનિપત ફિલ્મ પાનિપતની લડાઇનો ઇતિહાસ રજૂ કરશે. 27 વર્ષીય અભિનેત્રીએ કહ્યું છે કે ગૌવારીકર સાથે કામ કરીને તે ભારે ખુશ છે. ગૌવારીકર લગાન, જોધા અકબર જેવી યાદગાર ફિલ્મો બનાવી ચૂક્યા છે.  હાઉસફૂલ -3 ફિલ્મમાં પણ તે કામ કરવા જઇ રહી છે. ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ માટેની તૈયારીમાં પણ તે લાગેલી છે. એવોર્ડ કાર્યક્રમમાં તે જોરદાર પરફોર્મ કરવા માટેની તૈયારી કરી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer