પેરિસ હિલ્ટન પાસે હજુ પણ ઘણા પ્રોજેક્ટ આવી રહ્યા છે

પેરિસ હિલ્ટન પાસે હજુ પણ ઘણા પ્રોજેક્ટ આવી રહ્યા છે
લોસએન્જલસ,તા. 5: રિયાલીટી ટીવી સ્ટાર અને સોસલાઇફ પેરિસ હિલ્ટને હજુ પણ એક પછી એક પ્રોજેક્ટોમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી છે. તે સિમ્પલ લાઇફ ઉપર હાલ કામ કરી રહી છે. જો કે, તેનું કહેવું છે કે, તે પોતાની લાઇફ સિમ્પલરીતે જીવવા માંગતી નથી. આ સિરિઝ ઉપર પેરિસ હિલ્ટન હવે નજરે પડી રહી છે. તે તેની બાળપણની બેસ્ટ ફ્રેન્ડ રહી ચુકેલી નિકોલ રિચી સાથે આમા નજરે પડી રહી છે. આ સિરિઝમાં તેમની પ્રાઇવેટ લાઇફ સ્ટાઇલને દર્શાવવામાં આવી રહી છે. તેનું કહેવું છે કે, આ શોના કારણે તેની લાઇફ સંપૂર્ણપણે બદલાઈ રહી છે પરંતુ તેની કેરિયર હજુ પણ એક બિઝનેસ મહિલા તરીકે આગળ વધી રહી છે. બિઝનેસ મહિલા તરીકે જુદા જુદા ક્ષેત્રોમાં આગળ વધી રહી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer