વિદ્યા બાલન બનશે શકુંતલા દેવી ગણિતજ્ઞ

વિદ્યા બાલન બનશે શકુંતલા દેવી ગણિતજ્ઞ
અભિનેત્રી વિદ્યા બાલને લગભગ સાત વર્ષ પહેલાં મિલન લુથરિયાની ફિલ્મ ‘ધી ડર્ટી પિક્સર’માં દક્ષિણની દિવંગત અભિનેત્રી સિલ્ક સ્મિતાનું પાત્ર આબાદ રીતે ભજવીને પોતાનો પહેલો નેશનલ એવૉર્ડ મેળવ્યો હતો. તેવી જ રીતે શેખર સરતંડેલની મરાઠી ફિલ્મ ‘એક અલબેલા’માં વિદ્યાએ ગીતા બાલીની ભૂમિકા ભજવી હતી. હવે એવું જાણવા મળ્યું છે કે ગણિતશાસ્ત્રી અને આંકડાશાસ્ત્રી શકુંતલા દેવીની ટ્રુ લાઇફ સ્ટોરી પરથી બનનારી ફિલ્મમાં વિદ્યાએ રસ દાખવ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુ મેનન કરશે, જ્યારે નિર્માણ રોની ક્રુવાલા કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer