સારા સાવધાની પૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક

સારા સાવધાની પૂર્વક ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક
મુંબઇ,તા. 6 : બોલિવુડમાં હવે એન્ટ્રી કરવા જઇ રહેલી સારા ખાન આવતાની સાથે જ આડેધડ ફિલ્મો સાઇન કરવા માટે ઇચ્છુક નથી. તે સાવધાની સાથે કેરિયરને આગળ વધારી દેવા માટે ઇચ્છુક છે. પ્રથમ ફિલ્મ  કેદારનાથ રજૂ કરવામાં આવ્યા બાદ હવે તેની ફિલ્મ રજૂ કરવામાં આવશે. તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ આવતીકાલે સાતમી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે.  કેદારનાથ રજૂ થયા બાદ જ તે વધારે ફિલ્મ કરશે. તેની પાસે રોહિત શેટ્ટીની સિમ્બા પણ આવી છે.  સારા અલી ખાન તેની પ્રથમ ફિલ્મ કેદારનાથ રજૂ કરવામાં ન આવે ત્યાં સુધી બીજી ફિલ્મો સ્વીકારનાર નથી. તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે.  તેની પાસે રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાની ઓફર પણ આવી હોવાના હેવાલ મળ્યા છે.  આ ફિલ્મને લઇને બોલિવુડના તમામ લોકો રાહ જોઇ રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer