અમેરિકી સર્કિટમાં પડકાર ફેંકવા વિજેન્દર તૈયાર

નવી દિલ્હી, તા. 6 : અમેરિકી સર્કિટમાં નસીબ અજમાવવા જઈ રહેલો ભારતનો દિગ્ગજ બોક્સર વિજેન્દર સિંહ મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં પદાર્પણ કરવા ઈચ્છે છે અને મેક્સિકોના સુપરસ્ટાર કેનેલો અલ્વારેજ સામે રિંગમાં ઉતરવા માગે છે. વિજેન્દર કોચ ફ્રેડી રોચના માર્ગદર્શનમાં તાલિમ લેશે. ઓલિમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપમાં પૂર્વ બ્રોન્ઝ મેડલ વિજેતા વિજેન્દર 2015માં વ્યવસાયીક બોક્સર બન્યા બાદથી અત્યારસુધી હાર્યો નથી.