પુજારાની સદીએ સંભાળ્યો ભારતનો દાવ

પુજારાની સદીએ સંભાળ્યો ભારતનો દાવ
 127  રનમાં 6 વિકેટો ભારતે ગુમાવી પરંતુ પુજારાએ 123 રન કર્યા: પહેલા દિવસે સ્કોર 9/250
એડિલેડ,તા. 6  : એડિલેડ ઓવલ ખાતે શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ભારતીય ટીમનો આજે જોરદાર ધબડકો થયો હતો. જો કે, ચેતેશ્વર પુજારાએ બાજી સંભાળી લઇને ટીમ ઇન્ડિયાની લાજ રાખી હતી. એક વખતે ભારતીય ટીમને 127 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. આજે રમત બંધ રહી ત્યારે પુછડિયા બેટ્સમેનોના યોગદાનને લઇને ટીમ ઇન્ડિયાએ નવ વિકેટે 250 રન કર્યા હતા. પુજારા 123 રન કરીને આઉટ થયો હત. 70 વર્ષના લાંબા ગાળા બાદ ભારતીય ટીમ પ્રથમ વખત ટેસ્ટ શ્રેણી જીતવાના ઇરાદાથી મેદાનમાં ઉતરી છે પરંતુ આજે પ્રથમ દિવસે જ ટીમનો ધબડકો થયો હતો.  ઓસ્ટ્રેલિયાની ટીમને તેની જમીન પર હરાવવા માટેની બાબત તો સારી સારી ટીમો પણ  સરળ રહી નથી.
ભારત પ્રથમ દાવ :
રાહુલ     કો. ફિન્ચ બો. હેઝલવુડ       02
વિજય    કો. પેની બો. સ્ટાર્ક 11
પુજારા    રનઆઉટ            123
કોહલી    કો. ખ્વાજા બો. કમિન્સ      03
રહાણે     કો. હેન્ડ્સકોંબ બો. હેઝલવુડ            13
રોહિત શર્મા         કો. હેરિસ બો. લિયોન        37
પંત        કો. પેની બો. લિયોન          25
અશ્વિન કો. હેન્ડ્સકોંબ બો. કમિન્સ 25
ઇશાંત    બો. સ્ટાર્ક            04
સામી     અણનમ 06
વધારાના             01
કુલ        (87.5 ઓવરમાં 9 વિકેટે)  250
ટોપ ઓર્ડરે સારું પ્રદર્શન કરવાની જરૂર હતી: પુજારા
એડિલેડ, તા. 6: ભારતની પહેલી ઈનિંગના નાયક ચેતેશ્વર પુજારાએ મેચ બાદ સ્વીકાર કર્યો હતો કે ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ મેચમાં ટોપ ઓર્ડરે વધુ સારું પ્રદર્શન કરવાની જરૂર હતી. પુજારાની 16મી સદીના કારણે ભારતે 9 વિકેટે 250 રનનો સ્કોર કર્યો હતો. આ અગાઉ ટીમ 6 વિકેટે 127 રન બનાવીને મુશ્કેલીમાં હતી. પહેલા દિવસની રમત પૂરી થતાં પુજારાએ કહ્યું હતું કે, પહેલા બે સત્રમાં ઓસ્ટ્રેલિયાના બોલરોએ સારી બોલિંગ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer