હોકી વિશ્વકપ : આર્જેન્ટિના ફ્રાન્સ સામે 5-3થી હાર્યું

હોકી વિશ્વકપ : આર્જેન્ટિના ફ્રાન્સ સામે 5-3થી હાર્યું
ભુવનેશ્વર, તા. 6 : ઓરિસ્સામાં રમાઈ રહેલા હોકી વિશ્વકપનો રોમાંચ એક પછી એક ગ્રુપ મેચ પુરા થવાની સાથે જ વધી રહ્યો છે. આજે ગુરૂવારે રમાયેલા ગ્રુપ એના મેચમાં સ્પેન અને ન્યૂઝિલેન્ડ વચ્ચે જોરદાર મુકાબલો જોવા મળ્યો હતો. એક સમયે 2 ગોલની સરસાઈથી સ્પેન મેચ જીતે તેવી સ્થિતિ પણ ન્યૂઝિલેન્ડે વાપસી કરતા  મેચ 2-2 ગોલથી બરાબરનો રહ્યો હતો. આ સાથે ન્યૂઝિલેન્ડ નોકઆઉટમાં પ્રવેશ્યું છે. બીજી તરફ ફ્રાન્સ અને આર્જેન્ટિના વચ્ચેની મેચમાં ફ્રાન્સે 5-3થી જોરદાર જીત મેળવીને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. જ્યારે ગ્રુપમાં ટોચ ઉપર રહેલા આર્જેન્ટિનાને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મળ્યો છે. આ સાથે સ્પેન વિશ્વકપમાંથી બહાર ફેંકાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer