દીવમાં નાગવા બીચ પર નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા

દીવમાં નાગવા બીચ પર નશામાં ધૂત કારચાલકે 9 લોકોને અડફેટે લીધા
દીવ, તા.16 : દીવમાં દિવાળીની રજા દરમિયાન પ્રવાસીઓ ઊમટી પડતા પર્યટકોનો જમાવડો જોવા મળે છે. ત્યારે નાગવા બીચ ખાતે આજે નશામાં ધૂત કારચાલકે નવ પર્યટકોને અડફેટે લીધા હતા. જેમાં એકને ગંભીર ઇજા થતા જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જાણવા મળતી વિગત મુજબ દિવમાં નાગવા બીચ ખાતે આજે બપોરે ફરવા આવેલા સુધીર ધરમસિંહ કાસુન્દ્રાએ દારૂના નશામાં બોલેરો કાર ચલાવી દસ લોકોને અડફેટે લીધા હતા. બાદમાં કાર સામેથી આવતા બાઇકને અડફેટે લઇ વૃક્ષ અને દિવાલ સાથે અથડાઇ હતી. જેમાં ચંદુભાઇ સવજીભાઇ રૂડાની (રે.િવસાવદર), ધર્મેન્દ્રભાઇ રમણલાલ પટેલ, સુધીર મહેન્દ્રભાઇ, વિજયભાઇ ચંદ્રકાત્નભાઇ, વર્ષાબેન શંકરભાઇ, ભૂપતભાઇ દુર્ગેશભાઇ, રજનીકાંતભાઇ, કાનજીભાઇ અને યોગેશભાઇને ઇજા થતાં સારવાર માટે દીવ સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ચંદુભાઇ રૂડાની હાલત ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
બનાવની જાણ થતાં એસ.પી. હરેશ્વર સ્વામી, મામલતદાર ચંદ્રદાસ વાજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને કારચાલકની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer