રાજકોટમાં દવાનો સેલ્સમેન ગાંજાના જથ્થા સાથે ઝડપાયો

રાજકોટમાં દવાનો સેલ્સમેન ગાંજાના જથ્થા સાથે ઝડપાયો
ગાંજો-કાર-મોબાઈલ સહિત પ.ર7 લાખનો મુદ્દામાલ કબજે
રાજકોટ, તા.16 : રાજકોટ માંદક દ્રવ્યોની ફેરાફેરીનું હબ બની ગયું હોય તેવા કિસ્સાઓ સમયાંતરે પોલીસમાં નોધાતા હોય છે. રાજકોટના જંગ્લેશ્વર સહિતના વિસ્તારોમાંથી પોલીસે ગાંજો, ચરસ-અફીણ  સહિતના માદક પદાર્થોનો જંગી જથ્થો ઝડપી લઈ દંપતી સહિતના અનેક શખસોને જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા ત્યારે મુંજકામાં રહેતો અને દવાના સેલ્સમેન તરીકે નોકરી કરતા આહીર શખસને એસઓજીના સ્ટાફે ત્રણ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો તેમજ જંગલેશ્વરમાં અફીણના ડોડવા સપ્લાય કરનાર જુનાગઢના લોહાણા શખસની પણ પોલીસે ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે, રાજકોટના મુંજકામાં રહેતો અને મેડીકલ રીપ્રેઝન્ટેટીવ તરીકે નોકરી કરતો મુળ પોરબંદરનો સાગર વજુભાઈ જડુ નામનો આહીર શખસ દવા વેચવાની આડમાં ગાંજાનું વેચાણ કરતો હોવાની એસઓજીના જમાદાર આર.કે.જાડેજા, ક્રિપાલસિંહ ચુડાસમાને મળેલી બાતમીના આધારે રૈયારોડ પરના હનુમાન મઢી ચોકમાં વોચ ગોઠવવામાં આવી હતી અને સાગર જડુ નામનો આહીર શખસ કારમાં ગાંજાનો જથ્થો લઈને નીકળતા ઝડપી લીધો હતો.
પોલીસે કારની તલાસી લેતા તેમાંથી રૂ.રર,776ની કિંમતનો 3.7316 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો અને પોલીસે કાર-ગાંજો-મોબાઈલ સહિત રૂ.પ.ર7 લાખનોમુદામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ગાંજાનો જથ્થો ખંભાળીયાથી લઈ આવી રાજકોટ વેચવા આવ્યો હતો અને ઝડપાઇ ગયો હતો. પોલીસે ખંભાળીયાના સપ્લાયર તથા રાજકોટમાં ગાંજાનો જથ્થો ખરીદનાર શખસોને ઝડપી લેવા સહિતના મુદ્દે સાગર વજુ જડુ નામના આહીર શખસને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer