વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપ મનીષા કવાર્ટરમાં: યુએસ મુક્કેબાજ ક્રૂઝને પછાડી

વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપ મનીષા કવાર્ટરમાં: યુએસ મુક્કેબાજ ક્રૂઝને પછાડી
નવી દિલ્હી, તા.16: એઆઇબીએ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપના પ્રારંભે ભારતીય મુક્કેબાજ મનીષા મોનએ શાનદાર જીત મેળવી છે. અહીંના કે. ડી. જાધવ ઇન્ડોર સ્ટેડિયમમાં મનીષાએ પ4 કિલો વર્ગમાં યુએસની મહિલા મુકકેબાજ ક્રિસટિના ક્રૂઝ સામે વજનદાર જીત મેળવીને કવાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. હરિયાણાની 20 વર્ષીય મનીષા મોને બે વખતની કાંસ્ય ચંદ્રક વિજેતા ક્રૂઝને 29-28, 30-27, 30-26, 30-26 અને 29-28 પોઇન્ટથી હાર આપી હતી. કવાર્ટર ફાઇનલમાં મનીષાનો જંગ વર્લ્ડ ચેમ્પિયન કઝાકિસ્તાનની દિના જોહલામન સામે થશે. આ વિશે મનીષાએ કહયું છે કે મેં આ પહેલા વર્લ્ડ ચેમ્પિયન દિનાને પોલેન્ડમાં હાર આપી હતી. કવાર્ટર ફાઇનલમાં મુકાબલો કઠિન હશે. હું એ માટે તૈયાર છું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer