‘ભારત’ માટે સલમાન-કેટરિના વાઘા બોર્ડર પર

‘ભારત’ માટે સલમાન-કેટરિના વાઘા બોર્ડર પર
સલમાન ખાનની નવી ફિલ્મ ‘ભારત’ માટે વાઘા બોર્ડરનો એક ખાસ સેટ બનાવવામાં આવ્યો છે. ડાયરેકટર અલી અબ્બાસ જાફરની આ ફિલ્મમાં સલમાન ખાન સાથે કેટરિના કૈફ, દીશા પટની અને સુનિલ ગ્રોવર સહિતના બીજા કલાકારો ચમકી રહયા છે. સલમાન ખાને આજે ભારત ફિલ્મનું એક પોસ્ટર ઓનલાઇન લોન્ચ કર્યું છે. જેમાં તે કેટરિના સાથે નજરે પડે છે. બન્ને વાધા બોર્ડરના ગેટ નજીક ઉભા છે. કેટરિનાએ શાલ ઓઢી છે અને સલમાને નેવી બ્લૂ કલરનો શૂટ પહેર્યોં છે. ભારત આવતા વર્ષે ઇદ પર રીલિઝ થવાની છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer