બોટાદના વેપારી સાથે રૂ. 17.62 લાખની ઠગાઇ: મુંબઇ-હૈદ્રાબાદમાં 11 શખસ સામે ફરિયાદ

, તા. 7: અહી વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં અને ઇલેકટ્રીક સામાનનો વેપાર કરતાં દરજી ભરતભાઇ વિઠ્ઠલભાઇ પરમાર સાથે રૂ. 17.62 લાખની ઠગાઇ કરવા અંગે મુંબઇ અને હૈદ્રાબાદની ત્રણ મહિલા સહિત 11 સામે ફરિયાદ થઇ છે.
આ અંગે ભરતભાઇ પરમારે નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મુંબઇના વિશાલ અગ્નીહોત્રી, હૈદ્રાબાદના એચ.કે. રાઠોડ, અવિનાશ જીંદાલ, રાકેશ રંજનમ, સંગીત ચોરસિયા, સંજય ચૌહાણ, મંજુલા શાહ, કવિતા ક્રિષ્નમુર્તિ, રૂપાલી મલ્હોત્રા, બદ્રીનારાયણ શ્વેદન, આર.એસ. રંધાવાના નામ આપ્યા હતાં.
આ ફરિયાદમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે, 2011થી 2015ના સમયગાળા દરમિયાન આરોપીઓ એક સંપ કરીને ભરતભાઇ પરમારને વિશ્વાસમાં લઇને કોટક લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના શેર અને પોલિસી ભરવાનું અને તેમા રોકાણ કરવાનું જણાવ્યું હતું. આ રોકાણ કરવાથી મોટોફાયદો થશે તેવી વાત કરી હતી. આથી ભરતભાઇએ શેર અને પોલિસીની ખરીદી કરી હતી. બાદમાં તેની સાથે કોટક લાઇફ ઇન્સ્યોરન્સની સ્કીમ બાબતે છેતરપિંડી કરીને રૂ. 17.62 લાખની ઠગાઇ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer