તળાજાના સમઢિયાળા ગામના મહિલા સરપંચ અને તેના પુત્રો પર હુમલો

તળાજા, તા.7 : તળાજાના સમઢિયાળા ગામના મહિલા સરપંચ અને તેઓના બે પુત્રો ઉપર મોડી રાત્રીના સમયે હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ મુંઢ ઇજાઓ પહોંચાડતા તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ પોલીસ ફરિયાદ બાબતે વિવાદ થતા જમાદાર એ સ્ટે.ડામાં નોંધ કરી હતી.
સમઢિયાળા ગામના મહિલા સરપંચ જમકુબેન ભાનુશંકર ભટ્ટ (ઉ.વ.50) તથા તેમના દીકરાઓ પ્રફુલભાઇ અને રામેશ્વરને રાત્રીના એકાદ વાગ્યે તળાજા રેફલર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મહિલા સરપંચ જમકુબેન દ્વારા કરમદિયા ગામ સહિતના પંદર જેટલા વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાનો આગ્રહ રાખતા ઘટનામાં તેટલા આરોપી ન હોવાનું પ્રાથમિક નોંધ દ્રષ્ટિએ જણાતા હુમલો કરનારની સંખ્યા બાબતે વિવાદ થયો હતો. જેના પગલે ફરિયાદી પક્ષ દ્વારા કન્ટ્રોલમાં પણ જાણ કરવામાં આવતા તળાજા પોલીસે બનાવની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ એક યુવતીને લઇ પારિવારિક ઝઘડામાં પરણમેલો હોવાનું પોલીસ એ ઉમેર્યુ હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer