જૂનાગઢમાં છરીથી અણીએ 8 હજારની લૂંટ, સગીરા પર દુષ્કર્મ


જૂનાગઢ, તા.7: જૂનાગઢના દોલતપરામાં રહેતા એક પરિવારના ઘરે બે શખસોએ પહોંચી, છરી બતાવી ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂ.6000ની લૂંટ ચલાવી તેમની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી એક મહિલાના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત પ્રમાણે દોલતપરામાં રહેતા પરિવારનાં ઘરે ગત તા.3ના રાત્રીના ભારત મીલના ઢોરા ઉપર રહેતા બહાદુર બસીર ગામેતી તથા અજાણ્યો શખસ રાત્રીના ફળિયાની વંડી ઠેકી અંદર પ્રવેશી, બારી-દરવાજા ખટખટાવી, બોલાવતા રમણીકભાઇ, બહાર નીકળતા છરી બતાવી ખોટા ગુનામાં સંડોવી દેવાની ધમકી આપી રૂ.8000ની લૂંટ ચલાવી હતી.
આ શખસે  પોતાની સગીર વયની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરી, ગિરીરાજ સોસાયટીમાં રહેતી મહિલાના ઘરે લઇ જઇ તેના ઉપર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવતા  પોલીસે  ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer