રાજ્યમાં દીપડાની સંખ્યા દાયકામાં વધીને 1,395 થઈ

રાજ્યમાં દીપડાની સંખ્યા દાયકામાં વધીને 1,395 થઈ
અમદાવાદ, તા. 7: રાજ્યમાં દીપડાની વસતિમાં ’06થી ’17 વચ્ચે આશરે 30 ટકા વધારો થયો છે: 06માં 1,070 હતી તે વધીને ’17માં 1,39પ થઈ. 17ની વસતિગણતરી દર્શાવે છે કે ’11માં થયેલી આગલી ગણતરી કરતા તેમાં વીસ ટકા વધારો થયો છે. 11ની વસતિ ગણતરી મુજબ  રાજ્યમાં 1,170 દીપડા હતા.માનવ વસાહતોમાંથી દીપડાઓ ઝડપાયાની  કારવાઈઓમાં 3પ ટકાનો વધારો થયો છે.
આ પ્રજાતિના તજજ્ઞ અને નેશનલ બોર્ડ ફોર વાઈલ્ડલાઈફના સભ્ય એચએસ સિંહના જણાવ્યા પ્રમાણે દેશમાં દીપડાની વસતિની દૃષ્ટિએ ગુજરાતનો ક્રમ ચોથો છે. ( ગુજરાતની પહેલાં દીપડાની સૌથી વધુ વસતિ ઉત્તરાખંડ, કર્ણાટક અને મધ્ય પ્રદેશમાં છે)
’16-’17માં રાજ્યભરમાંથી 334 દીપડાઓને ગામડાઓમાંથી પકડી લેવાયા હતા, તે સંખ્યા ’17-’18માં વધી (4પ1) હતી, યાને તેમાં 3પ ટકા વધારો થયો હતો. શહેરો કે ગામોની માનવ વસાહતોમાં ઘૂમતા દીપડા પૈકી 70 ટકા જેટલા નર જાતિના હતા એમ જણાવી સિંહ ઉમેરે છે કે જ્યારે નર દીપડાને તેમની ટેરીટરીમાંથી દૂર કરી દેવાય છે ત્યારે તેઓ નવી બોડ શોધવામાં લાગી જાય છે. તેમની આવી આક્રમક ખોજ તેમને માનવ વસાહતની નજીક લાવી દ્યે છે. દીપડાઓ શેરડીના ખેતરમાં ઘરમાં હોવાનો અહેસાસ મહેસૂસ કરે છે તેથી આ વિસ્તાર માનવ-પશુના સૌથી વધુ ટક્કરવાળો બની રહેતો હોવાનો રેકર્ડ છે. સામાન્ય રીતે સિંહ કે વાઘ હોય તેવા વિસ્તારથી દીપડા દૂર રહેવાની મનોવલણ ધરાવે છે. વળી સિંહ-વાઘ તરફથી દબાણ રહેતું હોઈ હમેશાં ખોરાકની ખેંચ રહે છે. તેથી દીપડાઓ ખોરાકની શોધમાં ગામો નજીક સરકતા રહેતા હોય છે એમ સિંહ જણાવે છે.
 
શોધ્યો દીપડો, નીકળી બિલાડી !
ગાંધીનગરમાં ફરી દીપડા જેવા
પ્રાણીએ દેખા દેતા ભયનો માહોલ છવાયો
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ તા.7: ગાંધીનગર સચિવાલયમાં દિપડાએ દેખા દઇને ખળભળાટ મચાવ્યો હતો તેની શાહી હજી સુકાઇ નથી ત્યાં આજે ફરીથી જીઇબી પાવર સ્ટેશન પાસે દિપડા જેવા શંકાસ્પદ પ્રાણીએ સીસીટીવીમાં  દેખા દેતા ગાંધીનગરમાં ફરીથી ખળભળાટ મચી ગયો હતો. ગાંધીનગર બોર નંબર-27 પાસે દીપડા  જેવું  પ્રાણી સીસીટીવી કેમેરામાં દેખાયું હતું આથી ફરીથી ગાંધીનગરમાં દીપડો દેખાયાની ચર્ચા જોર શોરથી  થઇ હતી પણ વન વિભાગે તાબડતોબ  તપાસ કરતા જંગલી બિલાડી જેવું જણાયું છે તેથી રાહતનો દમ લીધો હતો પણ થોડા સમય માટે ગાંધીનગરના નિવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer