દિવાળી : યુનોની અનોખી ઉજવણી, USએ ન ઉજવી

દિવાળી : યુનોની અનોખી ઉજવણી, USએ ન ઉજવી

નવી દિલ્હી, તા. 7: પ્રકાશના પર્વ દિવાળી માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં ઉજવવામાં આવે છે. જીવનમાં અંધકાર દૂર કરીને રોશની તરફ ડગ માંડવાની પ્રેરણા આપતા દિવાળીના તહેવારની સંયુક્ત રાષ્ટ્રે અલગ અંદાજમાં ઉજવણી કરી હતી. સંયુક્ત રાષ્ટ્રે દિવાળીને યાદગાર બનાવવા માટે ટપાલ ટિકિટ જારી કરી હતી. જેના માટે ભારતે આભાર વ્યક્ત કર્યો હતો.
 
વ્હાઈટ હાઉસમાં દિવાળી ઉજવણીની 1પ વર્ષની પરંપરા આ વેળા તૂટી
ન્યુયોર્ક, તા.7: વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પંદર વર્ષની પરંપરાને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે તોડી છે. મધ્યસત્રીય ચૂંટણી વચ્ચે આવી જવાના કારણે આમ થયું છે.
(મંગળવારે થયેલી આ ચૂંટણીનાં પરિણામ બુધવારે આવી ગયાં છે.) પૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશે ’03માં વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણીની આરંભેલી પરંપરા પૂર્વ પ્રમુખ બરાક ઓબામાએ જારી રાખી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer