RBIના બોર્ડની બેઠકમાં ગવર્નર રાજીનામું આપશે ?

RBIના બોર્ડની બેઠકમાં ગવર્નર રાજીનામું આપશે ?
એનપીએ નિયમોમાં ઢીલ અને અનામત ભંડોળના ત્રીજા ભાગના હસ્તાંતરણ અંગે કેન્દ્રનું દબાણ જારી રહેતાં તકરાર વધશે ?

 

નવી દિલ્હી, તા. 7: રીઝર્વ બેન્કના ગવર્નર ઉર્જિત પટેલ, મધ્યસ્થ બેન્કના બોર્ડની તા. 19મીએ થનારી આગામી બેઠકમાં રાજીનામું આપે તેવી વકી હોવાનું, ગવર્નર સાથે સંપર્કમાં રહેતા સૂત્રોને ટાંકી ઓનલાઈન ફાયનાન્સિયલ પ્રકાશન ‘મનીલાઈફ’માં જણાવાયું છે.

આરબીઆઈ કેટલી સ્વાયત્તતા ધરાવી શકે તે મુદ્દે સરકાર અને આરબીઆઈ વચ્ચે સપ્તાહોથી તકરાર ચાલી રહી છે, કારણ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું વહીવટીતંત્ર, બેન્કો દ્વારા ધીરાણ પરનાં નિયંત્રણો ઘટાડવાને અને આરબીઆઈના પુરાંત અનામત સુધીની પહોંચ મેળવવા ઝંખે છે. આ સ્થિતિમાં આરબીઆઈ અને સરકાર વચ્ચેનો ગતિરોધ વધી શકે છે. વધુ ધિરાણ આપવાના નિયમોમાં ઢીલ મૂકવા અને 9.6 લાખ કરોડની અનામત ભંડોળમાંથી કમ સે કમ ત્રીજા ભાગના ભંડોળના હસ્તાનાંતરણ માટે સરકાર આરબીઆઈ પર દબાણ જારી રાખશે.

ધીરાણ સુવિધા વધારવા એનપીએના નિયમોમાં ઢીલ દેવામાં આવે અને રૂ.9.6 લાખ કરોડની અનામત ભંડોળના ઓછામાં ઓછા એક તૃતીયાંશના હસ્તાનાંતરણ માટે સરકારે મધ્યસ્થ બેન્ક પર દબાણ જારી રાખ્યું છે, જ્યારે બેન્ક તે બાબતે સહમત નથી અને તે પોતાની બેલેન્સશીટ મજબૂત રાખવા માટે લાભાંશ પોતાની પાસે રાખવા માગે છે. મનીલાઈફના અહેવાલમાં જણાવાયું છે કે ‘સરકાર અને બેન્ક વચ્ચેની તકરાર ઓર વધે તો બેન્કના બોર્ડની તા. 19મીની આગામી બેઠકમાં ગવર્નર ઉર્જિત પટેલ રાજીનામું આપી દ્યે તેવી ઠીક શકયતા છે. તેઓ સરકાર સાથેના ઘર્ષણોથી વાજ આવી ગયા છે અને આ બાબતની તેમના સ્વાસ્થ્ય પર અવળી અસર પડી રહી છે.’

આરબીઆઈ ધારાની કલમ 7 હેઠળ સરકાર ચાહે છે કે ગવર્નર ત્રણ બાબતોની ંિચંતા દૂર કરે : આ ચિંતાઓ અનામત ભંડોળ, કરજ અને વૃદ્ધિને વેગ આપવા એનપીએના નિયમોમાં ઢીલ અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ કંપનીઓ સમક્ષના રોકડના સંકટને દૂર કરવા સાથે સંકળાયેલી છે.

તા. 23મી ઓકટોબરે બેન્કના બોર્ડની બેઠકમાં નાણાં મંત્રાલય અને આરબીઆઈ વચ્ચેના આપસી મતભેદો જાહેર થયા હતા. બોર્ડમાં સામેલ સરકારી પ્રતિનિધિ,  23 નવે.ની બેઠકમાં, નાણાં મંત્રાલય દ્વારા રજૂ કરાઈ ચૂકેલા સૂચનો માનવા માટે બેન્કને રાજી કરવા કોશિશ કરશે.

 

‘નાણામંત્રી RBI ગવર્નરથી ઉપર’

પુત્રીના પુસ્તકમાં મનમોહન સિંઘના નિવેદનની RBI છઇઈં વિવાદમાં ફરી જાગી ચર્ચા

નવી દિલ્હી, તા. 7 : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ના ગવર્નર અને નાણામંત્રી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના એક નિવેદનની ચર્ચા ચાલી રહી છે. પૂર્વ પીએમે પોતાની પુત્રી દમનસિંહના પુસ્તક ‘િસ્ટ્રક્ટલી પર્સનલ: મનમોહન ગુરુશરણ’માં જણાવ્યું હતું કે નાણામંત્રીનો દરજ્જો હંમેશાં રિઝર્વ બેન્કના ગવર્નરથી ઉપર હોય છે. આ પુસ્તક 2014માં પ્રકાશિત થયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer