કંગના રનૌતે દિવાળી મનાલીમાં ઊજવી

કંગના રનૌતે દિવાળી મનાલીમાં ઊજવી
અભિનેત્રી કંગના રનૌત તેના પરિવારજનો સાથે મનાલીમાં દિવાળી ઊજવી છે. હાલમાં તે અશ્વિન ઐયર-તિવારીની ફિલ્મ ‘પંગા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. નવું ઘર ખરીદ્યા બાદની તેની આ મનાલીની પ્રથમ દિવાળી છે. આ ઘરને તેણે ‘કાર્તિક નિવાસ’ નામ આપ્યું છે.
આ ઉપરાંત કંગના હિમાચલ પ્રદેશમાં અંબિકા દેવીનું મંદિર પણ નિર્માણ કરાવી રહી છે અને તેની પ્રગતિની તે જાતે દેખરેખ કરે છે. કંગના પોતાના વતનમાં ત્રણ દિવસ દિવાળી મનાવી નવમી નવેમ્બરે ભોપાલ જશે, જ્યાં તે ‘મણિકર્ણિકા : ઝાંસી કી રાણી’ પરનું એડિટિંગનું કામ પૂર્ણ કરશે. આ શિડયુલ 25 દિવસનું છે.
લગ્નવિધિમાં રણવીર તેને આ મંગળસૂત્ર પહેરાવશે. ફિલ્મ પદમાવતમાં દીપિકાએ જે પ્રમાણેના મોટા હાર પહેર્યા છે એવો જ એક મોટો હાર તેણે ખરીદ્યો છે. આ મોટા હારની સાથે પહેરવા માટે બીજો નાનો નેકલેસ તેણે લીધો છે. અને સૌથી મહત્ત્વની જવેલરી તરીકે તેણે રણવીર માટે 200 ગ્રામનો સોનાનો ચેન લીધો છે. પદુકોણ પરિવાર તરફથી આ ચેન વરરાજાને આપવામાં આવશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer