લગ્ન માટે દીપિકાએ એક કરોડના આભૂષણો ખરીદ્યા

લગ્ન માટે દીપિકાએ એક કરોડના આભૂષણો ખરીદ્યા
દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્ન આડે હવે ગણતરીના દિવસો રહ્યા છે. બંને પક્ષની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. લગ્ન નિમિત્તે દીપિકાએ રૂ. એક કરોડના આભૂષણોની ખરીદી કરી છે. અભિનેત્રી જે જવેલરી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર છે તેના જ દાગીના તેણે લીધા છે. દીપિકા ખરીદી કરવા આવનારી હોવાથી આ બ્રાન્ડે દુકાન વહેલી વધાવી લીધી હતી.
જો કે, અભિનેત્રીએ સમય આપ્યો હતો તેના કરતા મોડી આવી પરંતુ અડધા કલાકની અંદર ખરીદી કરીને જતી રહી હતી. આમાં સૌથી કિંમતી તો મંગળસૂત્ર છે. મંગળસૂત્રમાં મોટો સોલિટેર (હીરો) હોવાથી કિંમત રૂ. 25 લાખ જેટલી થઇ છે. લગ્નવિધિમાં રણવીર તેને આ મંગળસૂત્ર પહેરાવશે. ફિલ્મ પદમાવતમાં દીપિકાએ જે પ્રમાણેના મોટા હાર પહેર્યા છે એવો જ એક મોટો હાર તેણે ખરીદ્યો છે. આ મોટા હારની સાથે પહેરવા માટે બીજો નાનો નેકલેસ તેણે લીધો છે. અને સૌથી મહત્ત્વની જવેલરી તરીકે તેણે રણવીર માટે 200 ગ્રામનો સોનાનો ચેન લીધો છે. પદુકોણ પરિવાર તરફથી આ ચેન વરરાજાને આપવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer