અnil, મુcash !

અnil, મુcash !
અnil, મુcash !

 

કલકત્તા, તા. 7 : અનિલ અંબાણીની રિલાયન્સ ટેલિકોમ અને તેની યૂનિટ રિલાયન્સ કોમ્યૂનિકેશન લિમિટેડના તમામ 144 બેન્ક ખાતામાં કુલ મળીને 19.34 કરોડ રૂપિયા જ બચ્યા છે.  બીજીબાજુ અનિલનાં જ ભાઈ મુકેશ અંબાણી રોજ નવું શિખર સર કરી રહ્યા છે. આજે જ અન્ય એક અહેવાલમાં જાણવા મળ્યું હતું કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજે પોતાનાં બોન્ડ વેંચીને આશરે 3 હજાર કરોડ રૂપિયા એકત્ર કરી લીધા હતાં.

અમેરિકન ટાવર કોર્પ તરફથી દાખલ કરવામાં આવેલા મુકદમાના સિલસિલામા ંદિલ્હી હાઈકોટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં અનિલની બન્ને કંપનીઓએ જાણકારી આપી હતી. બોસ્ટનની કંપની અમેરિકન ટાવર કોર્પે આરકોમ ઉપર અંદાજીત 230 કરોડ રૂપિયાનો દાવો કર્યો છે.

46 હજાર કરોડ રૂપિયાના કરજ હેઠળ દબાયેલી અનિલ અંબાણીની કંપનીએ ગયા વર્ષે વાયરલેસ બિઝનેસ બંધ કર્યો હતો કારણ કે તેની આવક સતત ઘટી રહી હતી અને નુકશાનમાં વધારો થઈ રહ્યો હતો. આરકોમને ચાલુ વર્ષે બેન્કરપ્સી પ્રોસિડિંગ્સમાં પણ લઈ જવામાં આવી રહી હતી પણ તેનાથી બચી ગઈ હતી.  કંપનીએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું હતું કે, 119 બેન્ક ખાતામાં તેના 17.86 કરોડ રૂપિયા છે જ્યારે આરટીએલના ખાતામાં 1.48 કરોડ જેવી રકમ છે. ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલમાં આ વિગતો અપાઈ હતી.  આ સાથે બન્ને કંપનીઓએ ઓક્ટોબર મહિનામાં બેન્ક સ્ટેટમેન્ટ રજૂ કરવા માટે કોર્ટ પાસે સમય માગ્યો હતો. જેની આગામી સુનાવણી 13 ડિસેમ્બરના રોજ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer