પ્રિયંકાની બેચરલ પાર્ટીમાં ઇશા અંબાણી આકર્ષણનું કેન્દ્ર

પ્રિયંકાની બેચરલ પાર્ટીમાં ઇશા અંબાણી આકર્ષણનું કેન્દ્ર
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ તેના મંગેતર અમેરિકી સિંગર - એક્ટર નિક જોનાસ સાથેના તેના લગ્નને લઇને ચર્ચામાં છે. બે દિવસ પહેલા બોલિવૂડની ટોચની હીરોઇન અને પૂર્વ મિસ વર્લ્ડ પ્રિયંકા ચોપરાએ બેચરલ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં ઇશા અંબાણી પણ જોવા મળી હતી અને આકર્ષણનું કેન્દ્ર બની હતી. બેચરલ પાર્ટીમાં પ્રિયંકાની પિતરાઇ બહેન અને અભિનેત્રી પરિણીતી ચોપરા પણ હાજર રહી હતી. પ્રિયંકા વ્હાઇટ કલરના ડ્રેસમાં સોહામણી લાગી રહી હતી. રિપોર્ટ અનુસાર પ્રિયંકા અને નિક બે વિધિથી લગ્ન કરવાના છે. એક વિધિ હિન્દુ અને બીજી વિધિ ક્રિશ્ચ્યન પરંપરા અનુસાર હશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer