ધરમનગર સોસાયટીમાં પોસ્ટમેનના મકાનમાંથી રૂ.1 લાખની મતાનો હાથફેરો

ધરમનગર સોસાયટીમાં પોસ્ટમેનના મકાનમાંથી રૂ.1 લાખની મતાનો હાથફેરો
કોન્ટ્રાકટરના રૂ.89 હજારની કિંમતના મોબાઈલની ઉઠાંતરી
યુવાન ઉપર ત્રણ શખસોનો હુમલો

રાજકોટ, તા.ર1: ધરમનગર સોસાયટીમાં રહેતા અને પ્રેમમંદિર પાસે આવેલી રુરલ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમેન તરીકે ફરજ બજાવતા દીપકકમુર રમેશચંદ્રભાઈ જોષી નામના વિપ્ર કર્મચારીના બંધ મકાનમાં તસ્કરો ખાબકયા હતા અને કબાટમાંથી રોકડ-સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.1 લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા.
આ બનાવ અંગે પોલીસે દીપકકુમાર જોષીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો અને હાથ ધરેલી તપાસમાં દીપકભાઈ જોષી તથા તેના પરિવારજનો મકાન બંધ કરીને ગત તા.18ના મોરબી રહેતા સસરાના ઘેર વાસ્તુપૂજન હોઇ ગયા હતા તે દરમિયાન રેઢા પડેલા બંધ મકાનમાં તસ્કરો ખાબકયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
મોબાઈલ : મૂળ રાજસ્થાન પંથકના અને હાલમાં મોટામવામાં રેઈનબો સીટીમા રહેતા સોહનલાલ કલ્લુરામ બલાઈ નામના કોન્ટ્રાકટરના લાખાજીરાજ રોડ પર આવેલા કપડાના શોરૂમ પાસેથી રૂ.89 હજારની કિંમતનો મોબાઈલ ચોરાઇ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
હુમલો : આજી વસાહત પાછળના શિવનગરમાં રહેતો વાલજી દેવાભાઈ વાઘેલા નામના યુવાને ભુપત ધીરુ નામના શખસને બકરા ચરાવવા આવવું નહી તેમ કહેતા ભુપત ધીરુ, સાગર ધીરુ અને રવજી દેવા નામના ત્રણેય શખસોએ ઝઘડો કર્યો હતો અને કુહાડી-પાઈપથી હુમલો કરી નાસી છુટયા હતા. જયારે ઘવાયેલા વાલજી વાઘેલાને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ત્રણેય હુમલાખોરો વિરુધ્ધ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer