સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થાની તુલનાએ ભારતનું કરજ ઓછું : આઈએમએફ

સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થાની તુલનાએ ભારતનું કરજ ઓછું : આઈએમએફ
સર્વશ્રેષ્ઠ અર્થવ્યવસ્થાની તુલનાએ ભારતનું કરજ ઓછું : આઈએમએફ
વોશિંગ્ટન, તા. 10 : ભારત માત્ર દુનિયામાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર જ નથી પણ મોટી અને ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં સૌથી ઓછું કરજ લેનારો દેશ પણ છે. આઈએમએફ (ઈન્ટરનેશન મોનિટરી ફંડ)ના કહેવા પ્રમાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ અને ઉભરતી બજાર વ્યવસ્થાઓની તુલનામાં ભારત ઉપર કરજનું બોજ ઓછું છે.
આઈએમએફના અધિકારીના કહેવા પ્રમાણે 2017dp„ વૈશ્વિક ઋણ 1.82 લાખ અબજ ડોલરના રેકોર્ડ ઉચ્ચસ્તરે  પહોંચ્યું છે. જેમાં ભારત ઉપર પ્રાઈવેટ લોન જીડીપીના 125 ટકા છે. જ્યારે ચીન ઉપર લોન જીડીપીના 247 ટકા જેટલી હતી.
 
પાક. અર્થતંત્રમાં ચીનની વધતી સામેલગીરી આપત્તિ નોતરશે: આઈએમએફની ચેતવણી
ઈસ્લામાબાદ, તા. 10: પાકના અર્થતંત્રમાં ચીનની સામેલગીરી વધવાનું પાક માટે આફતજનક નીવડશે એવી ચેતવણી આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના મુખ્ય અર્થશાત્રી મોરીસ ઓસ્ટફેલ્ડે આપી છે.પાકની મધ્યસ્થ બેન્કે કરેલા અવમૂલ્યન પછી પાકનું ચલણ મંગળવારે વધુ 7 ટકા નીચું ગગડતાં પાકે આઈએમએફ પાસે ઓર એક બેઈલઆઉટ માગવાના આયોજનની પાક સરકારે જાહેરાત કર્યા બાદ આઈએમએફનું નિવેદન આવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer