બાંગલાદેશમાં ખાલિદાના પુત્રને જનમટીપ

બાંગલાદેશમાં ખાલિદાના પુત્રને જનમટીપ
હસીના પર 2004ƒp ગ્રેનેડ હુમલાના કેસમાં અન્ય 19 દોષીને ફાંસીની સજા

ઢાકા, તા. 10 : બાંગલાદેશની એક અદાલતે 2004ƒp ગ્રેનેડ હુમલાના મામલામાં બુધવારે પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાના પુત્ર તારિક રહેમાનને જનમટીપની સાથો સાથ અન્ય 19 દોષીને ફાંસીની સજા આપી હતી.
આ હુમલામાં 24 જણે જીવ ખોયા હતા તો વિપક્ષના અધ્યક્ષ રહેલા શેખ હસીના સહિત લગભગ 500 જણ ઘાયલ થયા હતા.
બાંગલાદેશના વર્તમાન વડાપ્રધાન શેખ હસીના પર નિશાન સાધતાં 21du ઓગસ્ટ 2004ƒp આવામી લીગની રેલી પર હુમલો કરાયો હતો.
શેખ હસીના બચી ગયા હતા પરંતુ તેમણે સાંભળવાની ક્ષમતા ગુમાવી દીધી હતી. પૂર્વ ગૃહમંત્રી લુત્ફોજમાં બાબર એ 19 દોષીઓમાં સામેલ છે જેમને અદાલતે આજે મોતની સજા ફટકારી હતી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer